________________
૨૫
પત્રાવલિ-૧ પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવો સૌ વે'વાર; વિરતિ, વિવેક વઘારીને, તરવો આ સંસાર. ૪ પ્રભુ સર્વ વ્યાપી રહ્યા, છે તુમ હૃદય મોઝાર; તે પ્રત્યક્ષ અનુભવી, પામો ભવનો પાર. ૫ સાચે મન સેવા કરે, યાચે નહીં લગાર; રાએ નહિ સંસારમાં, માચે નિજ પદ સાર. ૬ સેવા બુદ્ધિથી સેવના, કરો સદા શુદ્ધ ભાવ; સસેવા સંસારથી - છે, તરવાને નાવ. ૭ સદ્ગુરુ ચરણ ઘરે જહાં, જંગમ તીરથ તેહ; તે રજ મમ મસ્તક ચડો, બાલક માગે એહ.” ૮ “લેણ-દેણા જગતમેં, પ્રારબ્ધને અનુસાર;
સોહિ પતાવા કારણે, રત્નત્રય અવતાર.” ૯ “ચિંતવિયો ઘરિયો રહે, ઓર અચિંતિત હોય; પ્રબળ જોર ભાવી તણું, જાણી શકે ન કોય. ૧૦ બંદાકે મન ઓર હૈ, કતકે મન ઓર; ઓઘવસેં માઘવ કહે, જૂઠી મનકી દોડ.” ૧૧ શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.''૧૨ સંસારમાં ઘન આદિ સ્વાર્થે ઘણી સફર, અથવા તીર્થયાત્રા લૌકિક ભાવે ઘણા જીવાત્મા કરે છે, પણ અલૌકિક ભાવે કરવી તેમાં જીવ પ્રમાદ સેવે ત્યાં વૃત્તિ છેતરે છેજી. જાગૃત થવામાં સત્સંગમાં ઘણાં વિધ્ર આડાં આવે છે; તેને ઘક્કો દઈ આ મનુષ્યભવમાં આત્માર્થે સત્સંગ કરે, તેવા જીવાત્મા વિરલા છેજી.
૪૧
સાવદ, તા. ૧-૬-૨૦ આ દુષમ કાળમાં જેમ અંતર વૃત્તિ સિદ્ધ થાય, ભાવથી એકાંત નિવૃત્તિ જોગે આત્મહિત થાય તેમ કર્તવ્ય છે'. બાહ્ય પ્રવૃત્તિમાં અનંત કાળચક્રથી પરિભ્રમણ કરતા આ જીવને મહાપુણ્યના ભોગે કોઈ પુરુષના માર્ગને આરાઘવાનો જોગ મળે, તે ભાવે તે રુચિ કરીને આત્મહિત જે પુરુષો આરાઘે છે તે પુરુષોને ધન્યવાદ, પુનઃ પુનઃ નમસ્કાર છે. સદ્ગુરુની એ જ આજ્ઞા છેજી. વૃત્તિને રોકવી; સંકલ્પ વિકલ્પ મિથ્યા જાણી સવૃત્તિએ “Uાં નાડું રે સળં નાખવું' એ જ કર્તવ્ય છે. દેવચંદ્ર ચોવીસીનું તેરમું સ્તવન એ મહાત્મા પુરુષ ગાઈ ગયા છે તે વિચારવા જેવું છેજ. મનની કલ્પનાએ કરી જગત ખડું થયું છે, તે જો વિચારાય તો સમજાય કે “બેર બેર ન આવે અવસર, બેર બેર ન આવે. એ જ કર્તવ્ય છેજી. સત્સંગ શું છે તે જીવથી વિચારાયું નથી. એ જ વિચારે અંતરમાં ભાવની ખુમારી, ઉલ્લાસ, શાંતિ ઓર જ અનુભવાય છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org