________________
૨૪
ઉપદેશામૃત
ગુમાવે છે. તે કરતાં જો પરમાર્થે-આત્માર્થે થોડો કાળ પણ સત્સંગમાં ગળાય તો તેને અનંત ભવપરિભ્રમણનું ટળવું થાય. આપ સમજુ છો. આ મનુષ્યભવમાં એક આત્માને માટે વ્યવસાય થયો હોય તો જીવનું કલ્યાણ થાય; તેમાં જીવ પ્રમાદ કરે છે ત્યાં વૃત્તિ છેતરે છે, એટલે સમજાતું નથી. ૧બાટી સાટે ખેતર ખોવે અને કોડી સાટે રતન ખોવે તેવું આ સ્વપ્નવત્ સંસારમાં લુબ્ધપણે કાળજી રાખી જીવ વર્તે છે; પણ એમ નથી જાણતો કે દેહથી માંડી સર્વ સંજોગથી હું ભિન્ન છું; મારી વસ્તુ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે; આખરે સર્વ સંજોગ મેલી-મેલીને અનેક ભવમાં પરિભ્રમણ કરતો ઘાંચીના બળદની ગોડે (પેઠે) ફરતો ફર્યો છે. આ ભવમાં એક યથાતથ્ય જાણવા જેવું છે તેને માટે જીવે કાળજી જરાય નથી રાખી. એ કેવી ભૂલભરેલી વાત છે ! આ જીવને આત્માનું હિત થતું હોય તેવો, અને અનંતી ભૂલો છે તેમાંથી એક ભૂલ કાઢતાં બધી ભૂલ નીકળે તેવો જોગ આત્માર્થીએ બનાવવો ઘટિત છેજી. અરેરે ! સ્વાર્થના સગાસંબંધીની અથવા આ દેહની કાળજી રાખે છે; પણ પ્રારબ્ધ હોય તેટલું જ મળે છે, તે સુખ પણ મિથ્યા છે—ખોટું છે, આત્મિક સુખ નથી. જેના માટે કાળજી રાખવી ઘટે તે માટે આ ભવમાં જો ચેતાય તો ઘણું સારું છેજી. આપ તો સમજુ છો; પૂર્વના સંસ્કારે સન્મુખ વૃષ્ટિ થઈ છે તો તે વિચારવું ઘટે છેજી. ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં પત્ર ૩૭ માં જણાવ્યું છે જે “જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંઘી સર્વ ખ્યાલ ભૂલી જજો.’’ “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગ દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાઘા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોઘી જઉં છું... હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.'’ તે પત્ર બધો વાંચી વિચારશોજી.
“ગચ્છમતોઁ જે કલ્પના, તે નહિ સદ્ વ્યવહાર; ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧ જાતિવેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.' ૨ “જેને સદ્ગુરુપદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય; જેને સદ્ગુરુસ્વરૂપશું પ્યાર, તેને જાણો અલ્પ સંસાર. ૩
૧. એક ખેડૂત પોતાની વાડીમાં કોસ ચલાવતો હતો. ત્યાં કોઈ એક પરદેશી બ્રાહ્મણ આવ્યો. ભીખ માગીને આટો વગેરે લાવેલો તેની કૂવા પાસે રસોઈ કરી. બાટી ને દાળ બનાવી. દાળના વઘારની સુગંધથી ખેડૂતને દાળબાટી ખાવાની લાલસા જાગી તેથી તેણે બ્રાહ્મણ પાસે તેની માગણી કરી. બ્રાહ્મણે તક જાણી તે હજારની નીપજવાળું ખેતર લખી આપે તો બદલામાં બાટી ને દાળ આપવાનું કહ્યું. ખેડૂતે તેમ કર્યું. અને બાટી સાટે ખેત ખોયું.
૨. કોઈ એક માણસે ઘણી મહેનતે પરદેશમાં કમાણી કરી તેનું એક રત્ન ખરીદ્યું. અને સાથે રસ્તા-ખર્ચ માટે થોડી કોડીઓ રાખી પોતે વતન તરફ પાછો ફર્યો. રસ્તામાં કોઈ સ્થળે પાણી પીવા બેઠો ત્યાં એક કોડી પડી ગઈ. એકાદ ગાઉ આગળ ગયા પછી કોડીઓ ગણી જોઈ તો એક ખૂટી. પાણી પીતાં પડી ગઈ હશે એમ ધારી પાસેનું પેલું કિંમતી રત્ન ત્યાં જ કોઈક સ્થળે સંતાડયું ને કોડી લેવા પાછો ફર્યો. પણ રત્ન સંતાડતાં તેને દૂરથી કોઈ જોઈ ગયો. તેથી તેના ગયા પછી તે રત્ન લઈ ચાલતો થયો. આમ કોડી લેવા જતાં રત્ન ખોયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org