________________
પત્રાવલિ-૧
૨૩
૩૮ સીમરડા, તા.૧-૧૦-૧૯; સં. ૧૯૭૫ હે પ્રભુ ! ઘીરજ, શાંતિ, સમાધિ આ જીવને આરાઘવા જેવાં છે જી.
“જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય-અભાવ રે.”
“પંડિત સરખી ગોઠડી, મુજ મન પર સોહાય; આવે જે બોલાવતાં, માણેક આપી જાય. બલિહારી પંડિતતણી, જસ મુખ અમય ઝરંત; તાસ વચન શ્રવણે સુણી, મન રતિ અતિ કરત. મન મજૂસમેં ગુણ-રત્ન, ચૂપ કરી દીનો તાલ; ઘરાક વિણ નહિ ખોલિયે, કૂંચી બચન રસાલ. સજ્જન સજન સૌ કહે, સજન કૈસા હોયજો તનમનમેં મિલ રહ્યા, અંતર લખે ન કોય.”
૩૯ સનાવદ, વૈશાખ વદ ૧૪, સોમ, ૧૯૭૬ પૂર્વ કર્મના સંબંધે જ્ઞાની સમભાવે દેણું પતાવવાના કાર્યમાં રોકાયા છેજી. તે સત્ય છે.
“જા વિથ રાખે રામ તા વિઘ રહીએ.” “સુનો ભરત, ભાવિ પ્રબળ, વિલખત કહે રઘુનાથ;
હાનિ-વૃદ્ધિ, જન્મ-મૃત્યુ, જશ-અપજશ વિધિહાથ.” હે પ્રભુ ! કાંઈ ઘાર્યું થતું નથી. ક્ષેત્ર-ફરસના અનુસાર જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સર્જિત બની આવે તે સમાઘિભાવે, સમતાએ ગુરુકૃપાએ વેદવું પડે છેજી. અત્રે શરીરપ્રકૃતિ બહુ ક્ષીણ થયેલ છેજી.
હે પ્રભુ ! કાળને ભરોસો નથી. ક્ષણે ક્ષણે, સમયે સમયે આયુષ્ય વ્યય થયા કરે છે. હે પ્રભુ ! સદ્ગુરુ ચરણના પસાથે એક વિચારથી અંતરમાં ભેદજ્ઞાન સ્લરી પરમ આનંદ વર્તે છેજી. સર્વનું ભલું થાઓ; સર્વ સાથે મિત્રભાવ હો ! એ જ અંતર છે. પણ કોઈ સાથે અથડામણી. કરવી એવો વિચાર નથી. સંસ્કાર હશે તે જીવાત્મા સાથે હળી મળી ચાલીશું, બીજી કોઈ જરૂર નથી, હરીચ્છાએ બને તેમ જોયા કરીશું. અમને હવે અડચણ, અગવડ નથી.
૪૦
- સનાવદ, ઈ. સ. ૧૯૨૦; સં. ૧૯૭૬ આ જીવાત્માને સત્સંગ-સત્સમાગમનો જોગ બનાવવો જોઈએ. તેના અંતરાયે જીવને પ્રમાદથી ઘણી હાનિ થાય છે. કારણ ચોગે કાર્ય નિપજે એમ જાણી તે સત્સંગના કારણે જીવાત્માને જાગૃતપણું થાય છે. જીવ સંસારમાં સર્વ પોતીકું (પોતાનું) માની વ્યવહાર વ્યવસાયમાં કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org