________________
૨૨
ઉપદેશામૃત
શાસન રહે જનઆણશું, આજ્ઞાએ વે'વાર; નિજમત કલ્પિત જે કહે, તે ન લહે ભવપાર. ભેખધારી સુગુરુ કહે, પુણ્યવંતકું દેવ; ધર્મ કહે કુળરીતકું, એ મિથ્યામતિ ટેવ. સહજાતમ સદ્ગુરુ કહે, નિર્દૂષણ સત્ દેવ; ધર્મ કહે આત્મસ્વભાવ, એ સત મતકી ટેવ. ગુરુ નમીએ ગુરુતા ભણી, ગુરુ વિણ ગુરુતા ન હોય; ગુરુ જનને પ્રગટ કરે, લોક ત્રિલોકની માંય. ૧૦ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ રવિ શશી કિરણ હજાર; જે
ગુરુવાણી વેગળા, રડવડિયા સંસાર. ૧૧ તનકર મનકર વચનકર, દેત ન કાહૂ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૨ દરખતસેં ફલ ગિર પડા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૩ ગુરૂગોવિંદ દોનું ખડે, કિસકું લાગું પાય ! બલિહારી ગુરુદેવકી, જિને ગોવિંદ દિયા બતલાય.’ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧૫
૧૪
Jain Education International
૭
✰✰
८
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૬
૯
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત.''૧૭ પી પી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૧૮ વિશ્વભાવવ્યાપી તદપિ, એક વિમલ ચિત્તૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૧૯
For Private & Personal Use Only
૩૭
સીમરડા, તા. ૨૧–૯–૧૯, સં. ૧૯૭૫
આપના પત્રમાં જણાવ્યું તેમ તમારા પત્નીના દેહત્યાગની ખબર જાણી. કળિકાળનું તે અડપલું જણાય છે. આ કળિકાળની કુટિલ વર્તના છે. મનુષ્યભવ પામી આત્મજ્ઞાન થાય તેવી શ્રદ્ધા આ મનુષ્યભવમાં થાય છે. તે જીવાત્મા, નાની વયમાં કાળ-દેહત્યાગ થયેથી શું લઈ ગયો ? ખેદ કર્તવ્ય છે. પ્રભુ, પરમકૃપાળુ પ્રભુ તેઓને શાંતિસમાધિ બક્ષો, બક્ષો, આત્મજ્ઞાન થાઓ, તે પ્રાર્થના છે.
www.jainelibrary.org