________________
૨૧
પત્રાવલિ-૧ આ પત્રથી આપને જણાવ્યું છેજી : આપ શ્રી સદ્ગુરુના ચરણ ઉપાસક છો; “સહજાત્મસ્વરૂપ” સ્મરણ ધ્યાનમાં, હરઘડી ક્ષણે ક્ષણે, વિચારમાં લાવશોજી. વિશેષ કાંઈ લખવા વૃત્તિ બંઘ પડે છેજી. અંતરમાં સદા આનંદ વર્તે છેજી. સુખશાતા સદા સદ્ગુરુચરણથી વર્તે છે. ઉદયાથીન શાતા-અશાતા સમભાવથી શાંતિથી જોઈ, સમાધિમાં પરિણામ-લય થાય છેજી. તેમાં કોઈ પ્રકારે ખેદ થતો નથી.
પૂર્વપ્રારબ્ધથી જે જે ઉદયમાં આવે તેમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી, છૂટવાના ભાવની વૃત્તિથી ત્યાં જાગૃત થવું, તેવું ન થવાય તો ખેદ કરવો. માટે જેમ ચિત્તને સમાધિ થાય તેમ કર્તવ્ય છેજી.
સત્ બોઘ છેજી : હે આર્ય ! ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા એજી. દ્રવ્ય સેવા, ભાવ સેવા, આજ્ઞાસેવા એમ ઘણા પ્રકારથી સેવા બને છેજી. માટે સર્વોત્કૃષ્ટ સેવા તો ચિત્ત પ્રસન્નતા એટલે પ્રભુ-ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે. તેમાં સર્વ સાધન સમાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર બીજી આવૃત્તિ મધ્યેથી વાંચવું, વિચારવું કરશોજી. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન “ત્યાગ' કહે છે.” સત્સંગ કરશોજી. પુરુષોને પત્ર પણ સત્સંગ છે, માટે વાંચવું, વિચારવું. એમાં બધુંયે સમાયું છે. વિચાર કર્તવ્ય છેજી.
૩૬
નાર, ૩૦-૬-'૧૮ આપે તત્ત્વજ્ઞાનમાંથી શું મોઢે કરવું તે પૂછ્યું છે તો તે સંબંઘી જણાવવાનું કે આત્મસિદ્ધિશાસ્ત્ર' તત્ત્વજ્ઞાનમાં છે તે મોઢે કરવા યોગ્ય છે, તો કરશો. બીજું, આપને અવસર મળે નિવૃત્તિ લઈને સમાગમ કરવાથી વિશેષ લાભ થાય તેમ છે. તો અવસર મેળવવો. રાત્રે પ્રાર્થના કરીએ છીએ તે દોહરા આપે મંગાવ્યાથી નીચે ઉતારી મોકલ્યા છે તે મોઢે કરવા યોગ્ય છે.
“અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૨ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ-આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૩ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ.''૪ “જિન શુદ્ધાતમ નિમિત્તશું, પામીજે નિજ જ્ઞાન; તિન સંજીવન મૂર્તિકું, માનું ગુરુ ભગવાન. ૫ જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ, પ્રઘાન; સ્વાનુભવી પુરુષકે વચન પ્રવચન જાણ. ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org