________________
ઉપદેશામૃત
પ્રારબ્ધ પહલે બન્યા, પિછે બન્યા શરીર.’’ વળી “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ?’’ તેમ તમોને કોઈ અડચણ ગુરુપ્રતાપે આવે તેમ નથી. માટે પોતપોતીકું હવે વિચારવાનું છે. ‘નહિ દે તું ઉપદેશકું.'' જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ'' વળી પરમાર્થ સર્વ કર્તવ્ય છેજી. સ્વપરહિત કરવું; પણ યોગ્યતાની ખામી ત્યાં શું કરવું ? અનંત કાળથી જીવને સ્વચ્છંદ ઉદય હોવાથી ભ્રમણ કર્યા કરે છે, ત્યાં દયા આવ્યા સિવાય બીજું શું કરવાનું છેજી ! સત્પુરુષે તો ઘણુંયે કહ્યું છે; પણ સર્વ જીવ કર્માધીન છેજી.
૨૦
કાળ જાય છે તે ફરી આવતો નથી. જેમ બને તેમ ઉપાધિ ઓછી થાય, આરંભપરિગ્રહનો સંકોચ થાય, અલ્પ આરંભ થાય તેમ કર્તવ્ય છેજી. ‘પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી, આ જીવને તેનાથી જુદો-વ્યાવૃત્ત કરવો’ એમ નિગ્રંથ કહે છેજી. સુખેથી જેને આજીવિકા ચાલતી હોય તેને ઉપાધિ કરી ૨ળવાની જરૂર નથી. આ મનુષ્ય ભવમાં કોઈ પૂર્ણ પુણ્યના જોગે સત્ માર્ગ આરાધવાનો જોગ આવ્યો છે. ચેતવા જેવું છેજી. સર્વ મુમુક્ષુભાઈઓએ પણ તેમ વિચારવું ઘટે છેજી. એ જ ભલામણ સત્પુરુષની છેજી.
‘લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું ? તે તો કહો.’’
બગસરા, ફાગણ સુદ ૧૩, ભોમ, ૧૯૭૩
હૈ
૩૪
નિત્યમેવ. ૧
પરમ ઇષ્ટ, સત્સંગ, ગુરુ, ઉપકારી ગુરુદેવ; ત્રિવિધ એકરૂપે સદા, પ્રણમું પદ જેતી મનમેં ઊપજે, તેતી લખી તાતે વૃત્તિ લખનકી, સહજ રહી કાગજવું કાલા કિયા, કાલા મનકે કાજ; જિસકા મન હૈ ઉજલા ઉસકો ક્યા કાગજકા સાજ ? ૩
ક્યા કહીએ ? ‘‘કહ્યા બિના ન બને કહ્યુ, કહીએ તો લજ્જઈયે
આપ હાલમાં સત્સંગમાં પુસ્તક, બીજી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું, વાંચવું વિચારવું કરશોજી.
હે પ્રભુ ! લખવું ગમતું નથી. અત્રે દશા ઓર વર્તે છેજી. આપના ચિત્તને શાંતિ થાય માટે આજે આ પત્ર લખ્યો છેજી; કોઈને જણાવવાની જરૂર નથી તે ધ્યાનમાં રાખશો. સર્વ સત્પુરુષોનો માર્ગ એક જ છેજી; સમજીને શમાવું છેજી; બીજું કાંઈ નથી.
ન જાય;
સંકુચાય. ૨
Jain Education International
અત્રે શરીરપ્રકૃતિ સદ્ગુરુકૃપાએ સુખશાતામાં છે. પૂજ્ય પ્રેમી ભક્ત કલ્યાણજીભાઈ મહાપૂર્ણ પુણ્ય-ભાગ્યશાલી છેજી.
23
૩૫ બગસરા, ફાગણ સુદ ૧૩, મંગળ, ૧૯૭૩ ! અત્રેથી પત્ર લખવાની ચિત્તવૃત્તિ સંક્ષેપ પામવાથી આપના ચિત્તને ખેદ થાય; માટે
પ્રભુ
For Private & Personal Use Only
www.jainelibrary.org