________________
પત્રાવલિ-૧
૧૯ ૩૨ જૂનાગઢ, કારતક સુદ ૭, શુક્ર, ૧૯૭૩ “શ્રી ભરતેશ્વરજીની ભાવના હો ! શ્રી ગૌતમસ્વામીજીનો વિનય હો ! શ્રી ઘન્ના-શાલિભદ્રનો વૈરાગ્ય હો ! શ્રી સ્થૂલિભદ્રજીનું શિયળ હો! શ્રી ભરત ચક્રવર્તીની પદવી હો ! શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ હો !
શ્રી ઘન્ના-શાલિભદ્રજીની ઋદ્ધિ હો ! શ્રી કયવત્રાજીનાં સુખ સૌભાગ્ય હો !” અશાતા વેદનીય ઉદયાથીન જે આવી તે હવે આરામ થશે, સારું થશેજી. શાંતિ-સમભાવથી સહજાત્મસ્વરૂપનું સ્મરણ, તે ખાસ દવાથી સારું થઈ જશેજી; તેમ કરશોજી.
બીજું, આપે આતમભાવથી ઉગારો દર્શિત કરી જણાવ્યા જે, સદાકાળ ઉત્પાદ-વ્યય-ધૃવત્વ ત્રણે કાળમાં વરતાઈ રહેલ છે, તે આદિ વસ્તુત્વે તેમ યથાતથ્ય છે; એમ જ સમજી સમભાવે સદા સ્વભાવ-આનંદમાં રહેવું કર્તવ્ય છેજ.
અનાદિ કાળથી સદ્ગુરુની યથાતથ્ય ઓળખાણ થઈ નથી. તે થયે, શ્રધ્ધ, પ્રતીત, ઓળખાણ આવ્યું કલ્યાણ છેજી.
*
૩૩ બગસરા, ફાગણ સુદ ૮, ૧૯૭૩ , આપને કોઈ પ્રકારે અમોએ ક્યારેય ચિત્તને દુભવ્યું હોય તેની ક્ષમા ઇચ્છી, આપશ્રીને ક્ષમાવીએ છીએ. જો કે જીવ અનાદિ કાળથી સ્વચ્છેદે વર્યો છેજી. સત્પરુષની આજ્ઞા રૂડી પેરે યથાતથ્ય ઉઠાવી નથી તેનો અમોને અંતરમાં ખેદ છે). તે હરિ-ગુરુ-કૃપાથી હવે પૂર્ણ થશેજી. વળી દોષ તો આ જીવમાં અનંત છેજી; જોકે દેહ છે તે અનંત દોષનું ભાજન છેજી. માટે જે સપુરુષને ઓળખ્યા, મુખવાણી હૃદયગત થઈ, અંતરે પરિણામમાં પરિણમી, જે ભાવ ત્રિકાળ ઉપયોગી થયો તે મટવો નથી. હવે ક્ષણે ક્ષણે વૃત્તિ ઉદયાથીન વર્તે છે, તેમાં ઉદાસીન ભાવે દ્રષ્ટા તરીકે વર્તવું એ જ વારંવાર વિચારાય છે. પ્રકૃતિને આધીન ન થવું, તે પુરુષાર્થ કર્તવ્ય છે. ગમે તેવાં નિમિત્તોમાં પણ પ્રારબ્ધ, શાતા-અશાતા વેદતાં સમતાએ સહન કરવાનો, પુરુષાર્થ કરતા રહેવું, એમ વિચારમાં છેજી. બીજું વિભાવ પરિણામરૂપ આત્માનો નાશ થતો હોય ત્યાં મરણ થાય તો ભલે થાય; પણ મન-વચન-કાયાથી આત્માનો નાશ થવા દેવા સંકલ્પ કે ઇચ્છા થતી નથી. બીજી ઇચ્છા નથી; ત્રણે કાળમાં એ જ. બીજું માન્ય અંતરવૃત્તિ કરતી નથી, ત્યાં કેમ કરી બને ? માટે ખેદને શમાવીને સમભાવે વર્તવા વિચાર છેજી.
લૌકિક દ્રષ્ટિ ઉપર ધ્યાન દેવું નથી. એક સપુરુષનાં વચનામૃત પ્રત્યક્ષ શ્રવણ થયાં છે, તેના બોઘના પત્રના પુસ્તકમાં બઘાં શાસ્ત્ર માત્ર સમાઈ ગયાં છે. તો હવે જે જે બીજા ગ્રંથો જોકે વાંચવા વિચારવામાં આવે છે તો પણ તે બધામાં એનું એ જ. માટે મુખ્યપણે એ એક પુસ્તક વાંચવું વિચારવું થાય છેજી.
૧. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org