________________
૧૭
પત્રાવલિ-૧
૨૯ જૂનાગઢ, આસો વદ ૮, રવિ, ૧૯૭૨ તમો તો ભાવ-ભક્તિથી આનંદમાં રહો. જે તમારે સર્જિત, ઉદયકાળ વર્તે તેમાં અવિષમ ભાવે એટલે સમભાવથી વર્તશોજી. “પૂર્ણ આનંદ છે, પૂર્ણ છે,” એમ જ સમજી, આત્મા છે, પુરાણ પુરુષનું શરણ છે, તો ફિકરકા ફાકા ભરી જઈ, “સર્વ ભૂલી જવું' કરી, સદા મગનમાં આપ સ્વભાવે રહી “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે !” એ જ ચિંતવન કર્તવ્ય છેજી.
બીજું, પ્રભુ, લક્ષ્મીચંદજી મુનિનો પત્ર લખાવેલ અત્રે આવ્યો છેજી; તેમાં જણાવે છે જે મારે દર્શન કરવા વિચાર છે. તો આપ તે પ્રભુને પત્રથી અથવા કોઈ કામ પ્રસંગે ત્યાં જવું આપને થાય તો જણાવશો કે દર્શન તો હૃદયમાં સદા લાવ્યા કરશોજી અને તે દૂર નથી, પાસે છે, એમ સમજાયા વિના છૂટકો નથી; અને ક્ષેત્રો તો જ્યાં જાઓ ત્યાં પાણી, માટી, પથરા છે– ‘ડુંગર દૂરથી રળિયામણા.” આ દુષમકાળ, હલાહલ વર્તમાન જોગ જોઈ જ્ઞાની પુરુષો ઉદાસીનતા પામ્યા છે'. તો જેમ બને તેમ સમભાવથી શાતાઅશાતા ઉદય પ્રમાણે આવે તે સમ પરિણામ રાખી, ખમી શાંતિમાં રહેવું યોગ્ય છેજી. સર્વ દેશકાળ દેખી, જેવી જોગવાઈ તેવું વેદી સદા આનંદમાં રહો. અંતર વિષે ભક્તિભાવ લાવી સ્મરણમાં કાલ વ્યતીત કરશોજી. જેમ બને તેમ આત્મભાવમાં, પ્રભુ પાસે છે એમ ગણી ભાવદર્શન કર્તવ્ય છેજી; દૂર છે જ નહીં, એમ સમજવું યોગ્ય છે.
૩૦ જૂનાગઢ, આસો વદ ૧૧, શનિ, ૧૯૭૨ શુદ્ધ ચૈતન્યભાવ-સ્વઉપયોગ-વિચારે પરિણમવું ત્યાં સમ્યકત્વ, ત્યાં મોક્ષ.
અશુદ્ધ ચૈતન્યભાવ-ઉપયોગ-વિચારે પરિણમવું ત્યાં બંઘ, ત્યાં મિથ્યાત્વ, ત્યાં મોહ, ત્યાં રાગ-દ્વેષ, ત્યાં વિષ; તે જ અજ્ઞાન છે.
“મનોજ્ઞતા ભાવસેં વિચાર, ભાવ ધ્યાનસ્તે આત્મિક ભાવોમેં શુદ્ધ ઉપયોગકી પ્રવૃત્તિ હોના સો સ્વસમય હૈ.”
“પદ્રવ્યમેં અશુદ્ધ ઉપયોગકી પ્રવૃત્તિ હોના સો પરસમય હૈ.” સાધ્ય–સાધન (સ્વરૂપ) તે ]
સ્વસમય તે પરસમય તે ઉપયોગ વિચાર શુદ્ધ ચેતના
અશુદ્ધ ચેતના ) ઉપાદાન-આત્મા-નિશ્ચય-પરમાર્થ-શુદ્ધચેતના. નિમિત્ત-આત્મા-વ્યવહાર-અશુદ્ધચેતના. અવિદ્યા-વાસના-
મિથ્યાત્વ-મોહાદિ અજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org