________________
૧૬
ઉપદેશામૃત
ગુણ અનંત પ્રભુ, તાહરા એ, કિમહિ કથ્યા નવ જાય; રાજ પ્રભુના ધ્યાનથી, ચિદાનંદ સુખ પાય.''૪
૨૬ જૂનાગઢ, શ્રાવણ વદ ૦)), સોમ, ૧૯૭૨
આપ સર્વ મુમુક્ષુ ભાઈ (મંડળ) ભગવાનની પાસે ભક્તિ–દોહરા આદિ—ભણી આનંદ લેશોજી. વળી નિવૃત્તિમાં સર્વે ભાઈ ભેગા થઈ વાંચવા વિચારવાનું કરશો. ધર્મભક્તિ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ દેવનો ચિત્રપટ છે ત્યાં પર્યુષણપર્વમાં નિવૃત્તિમાં મુમુક્ષુ ભાઈબહેનોને દર્શન કરવાનું બને તેમ કરવાની સ્મૃતિ આપને જણાવી છેજી. આપ તો તેમ ક૨તા જ હશો; પણ આઠ દિવસ ધર્મના છે, તે ખાસ નિમિત્ત બની આવ્યું છે—કારણે કાર્ય થાય છેજી.
*
મોટા પુસ્તકમાં જે કહ્યું છે તે વાંચવું વિચારવું કર્તવ્ય છે. યોગ્યતા મેળવવાની જરૂર છેજી. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વર્ધમાન થાય તેમ કરવું ઘટિત છે, તે જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? સ્વાર્થીપણાથી, પ્રમાદથી જીવનું પુરુષાર્થબળ ચાલતું નથી.॰ તમો સર્વ વિચારશો.
૨૭
જૂનાગઢ, ભાદરવા વદ ૭, સોમ, ૧૯૭૨ ૫રમાર્થમાં કાળ વ્યતીત થશે તેટલું આયુષ્ય સફળ છે; માટે, પરમાર્થ એટલે શું ? તે શોઘી, તેમાં કાળ ગાળવો. “સમય ગોયમ મા પમાણુ,
""
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧. પત્રાંક ૬૪૩
૨૮
જૂનાગઢ, ભાદરવા વદ ૮, મંગળ, ૧૯૭૨
અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજી. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.’’ ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજી. જો કે સત્સંગ એ ઠીક છે; પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નીકર હજાર-લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે પડ્યો રહે; પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org