________________
પત્રાવલિ-૧
૧૫ ૨૪
જૂનાગઢ, સં. ૧૯૭૨ પુસ્તક વાંચવું વિચારવું કરશોજી. સર્વ મળી સત્સમાગમાદિ કરશોજી, વાંચવું વિચારવું કરશોજી. ભક્તિ કર્તવ્ય છેજી. સમરણ તે પણ ભક્તિ છેજી.
અનંત કાળથી આ જીવ માયામાં ગોથાં ખાય છે. તે બ્રાન્તિમાં રઝળ્યો છે. સમજે તો સહેલ છે અને ન સમજે તો હરિ વેગળા છે. પણ જીવને પ્રતીતિ નહીં આવી તેથી રઝળે છે. કાંઈ ન બને તો તેની (સપુરુષની) પ્રતીતિ, ઓળખાણ પડ્યું એની મેળે સમજ આવશે, આવશેજી.
“ગુરુ સમો દાતા નહીં, જાચક શિષ્ય સમાન; તીન લોકકી સંપદા, સો ગુરુ દીની દાન. કહના જેસી બાત નહિ, કહે પ્રતીત ન આઈ;
જ્યાં લાગે ત્યાં લગ રહે, ફિર પૂછેગો આઈ.” “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,”
જીવ લહે કેવળજ્ઞાન રે. જીવતા નર ભદ્ર પામશે.'
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫
જૂનાગઢ, સં. ૧૯૭૨ “ગુણીના ગુણ ગ્રહણ કરો, ગુણ ગ્રહતાં ગુણ થાય;
અવગુણ ગ્રહણ અવગુણ હૈ, એમ કહત જિનરાય.' હે કરુણાસાગર ! અમારું આઘીનપણું બતાવી તારી પ્રાર્થના કરવી એવા ગુણ અમારા આત્માના કલ્યાણને અર્થે અમારા આત્મામાં સ્વાભાવિક રીતે તેં મૂકેલા છે, એવું છતાં અમે તારી પ્રાર્થના ન કરીએ તો અમે ઠગારા તથા ઘર્મભ્રષ્ટ કહેવાઈએ; માટે પ્રેમપૂર્વક તારી ભક્તિ તથા પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ નહીં એવી અમારા અંતઃકરણમાં ચેતવણી આપતો રહેજે.
હે મહાપ્રતાપી કૃપાળુ પરમેશ્વર ! અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી તારું ધ્યાન કરી, શ્રદ્ધારૂપી ચંદન અને ભક્તિરૂપી અક્ષત તારે મંગળ ચરણે અર્પણ કરી, તને પ્રેમપુષ્પની માળા ચડાવી અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ; તું પ્રસન્ન ચિત્તથી અમારું કલ્યાણ કર.”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ “લોભી ગુરુ તારે નહીં, તારે સો તારણહાર; જો તું તરિયો ચાહ તો, નિર્લોભી ગુરુ ઘાર. ૧ અદેખો અવગુણ કરે, ભોગવે દુઃખ ભરપૂર મન સાથે મોટાઈ ગણે : “હું જેવો નહિ શૂર.” ૨ પરમેશ્વર પરમાતમા, પાવનકર પરમીઠ; જય ! ગુરુદેવ, દેવાધિદેવ, તે નયણે મેં દીઠ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org