________________
ઉપદેશામૃત
સાક્ષાત્ અમારા આત્મા છો. અંતરમાં કાંઈ વિકલ્પ લાવશો નહીં. આપને વિચારવા માટે કંઈ કોઈ મર્મ દોહરામાં છેજી; પણ ‘ધર્મ’ છે તે અદ્ભુત છે. અજર, અમર, અવ્યાબાધ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રકાશ, ઘટપટ-અંતરજામી, બ્રહ્મસ્વરૂપ પ્રત્યક્ષ પુરુષને નમસ્કાર હો !
ક્યા કહિયે ?
૧૪
‘કહ્યા વિના બને ન કછુ, જો કહિયે તો લક્જઈયે.’’
સત્ સાધુજી કાંઈ વાર્તા કરતા હોય તે સાવ જૂઠી દેખાય પણ સત્-ખરી માનવી, તે આપને કેમ લાગે છે ? કોઈ પુસ્તકથી અમે વાંચ્યું છે. ‘‘સદ્ધા પરમ વુન્હા.''
⭑
⭑ ⭑
૨૨ જૂનાગઢ, શ્રાવણ સુદ ૯, મંગળવાર, ૧૯૭૨
હે પ્રભુ ! આપે પૂર્વપક્ષીઓની જે મરજીઓ જણાવી તે ગુરુપ્રતાપે અમારા પણ ધ્યાનમાં છે. હે પ્રભુ ! ‘પૂંઠ પાદશાહની છે' એમ કહેવાય છે. કાંઈ વિકલ્પ કરવાનું થાય તેમ નથી; શાથી જે, દૂર છીએ એટલે તેમની વાત કાનમાં પડે નહીં. તે તેમનું કલ્યાણ કરો. અમારે તો બધુંયે સારું છે; ત્યાં કાંઈ કહેવું નથી, સાંભળવું નથી, કોઈ સાથે પત્ર-વહેવાર નથી, સમભાવ છેજી. હવે તો જેમ હરિ રાખે તેમ રહેવા ઇચ્છા છે. જોયાં કરીશું જે શું થાય છે. હે પ્રભુ ! આપ કાંઈ વિકલ્પ કરશો નહીં.
બહારથી કોઈ પુદ્ગલ સાંભળવાનું નિમિત્ત નથી તેથી શાંતિ છે. ફક્ત અંત૨વૃત્તિઓ, જેમ સહજ સદ્ગુરુશરણથી શાંત થાય તેવો પુરુષાર્થ બને છેજી. તેથી આનંદ થાય છે. વહેવારથી જે યોગસાધન બને તે સહેજે સહેજે કરવામાં આવે છે, તેના દ્રષ્ટા રહેવાથી શાંતિ છેજી. એક આત્મા સિવાય બધું ખોટું ત્યાં વિકલ્પ શો ? શાંતિઃ શાંતિઃ શાંતિઃ
✰✰
૨૩
જૂનાગઢ, શ્રાવણ વદ ૨, સોમ, ૧૯૭૨ તમ પ્રત્યે અત્રેથી કોઈ પત્ર નહીં લખી મોકલવાનું કારણ, અત્રેથી પત્ર લખવા ચિત્તવૃત્તિ સંકોચ કરી તે છે. અત્રે સત્સંગ સમાગમ વચનામૃત શ્રવણ વિચાર અનુભવ થાય છેજી.
વૃદ્ધ અવસ્થાને કારણે દિન દિન પ્રત્યે દેહમાં શિથિલતા, અશક્તિ દેખાય છે. સમભાવે શુભાશુભ ઉદય દ્રષ્ટા-સાક્ષી થઈ જોઈએ છીએ.
અત્રે શાંતિ ગુરુપ્રતાપે છે. નિવૃત્તિ ક્ષેત્ર અને યોગીઓને જ્ઞાનઘ્યાનના મુકામ આદિ અત્રે તીર્થક્ષેત્રમાં છે. પણ આત્માર્થીને તો અનુભવ છે કે જે જ્ઞાનીઓ વૃત્તિમાં નિવૃત્તિ પામ્યા છે, સમજ્યા છે, તેને બધેય નિવૃત્તિ છેજી.
વહેવારની ચિંતા તજવી. જાણતા હો તેનું વિસ્મરણ કરશોજી. ચિત્તની શુદ્ધિ કરી ચૈતન્યનું અવલોકન—ધર્મધ્યાન–કરવું, આત્મસાધનની શ્રેણિએ ચડવું. અનાદિકાળના દૃષ્ટિક્રમનું ભૂલવું ને સ્થિરતા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org