________________
પત્રાવલિ-૧ હાં રે ! ઘણા શૂરા તો જગતમાં ગણાય, હાં રે ! તે તો કાળના ચક્રમાં તણાયે, હાં રે ! શૂરા પૂરા તો સંત જણાયે રે ! દિલડું. ૧ હાં રે ! ત્રિગુણરૂપી શબ્દબાણ છૂટે, હાં રે ! દુર્જન દુઃખ દઈ તન લૂંટે, ત્યારે તાર પરબ્રહ્મશું ન તૂટે રે ! દિલડું. ૨ હાં રે ! સર્વ જાતાં તે શોક નવ થાયે, હાં રે ! ઘણા લાભે તે નવ હરખાયે, હાં રે ! સંતચિત્ત પ્રભુથી ના પલાયે રે ! દિલડું. ૩ હાં રે ! સંત ભક્તિને મોરચે મળ્યા, હાં રે ! શબ્દ ગોળાથી જરા નવ ચળ્યા, હાં રે ! એ તો બ્રહ્મદશામાં ભળ્યા રે ! દિલડું. ૪ હાં રે ! કાયર હતા તે કંપવા લાગ્યા, હાં રે ! કાચા મનવાળા પાછા ભાગ્યા, હાં રે ! શૂરા સંતો તો રહે છે જાગ્યા રે ! દિલડું પ હાં રે ! એ તો કોઈની નવ રાખે આશ, હાં રે ! દુર્જનથી એકાંતે રહે વાસ, હાં રે ! બાપાલાલ પ્રભુનો છે દાસ રે ! દિલડું. ૬
૨૦ જૂનાગઢ, અષાડ વદ ૮, શનિ, ૧૯૭૨ હે પ્રભુ ! સહજ હલકા ફૂલ થયા પછી એ સદ્ગપ્રતાપે કોઈ કાંઈ ચાં કે ચૂં બોલતું નથી; ઊલટા, સામા ભાવ કરતા આવે છેજી. જોકે જ્ઞાનીને તો સર્વ ભૂમિકાએ સમતા વર્તે છે, પણ આત્માથીને તો આવી નિવૃત્તિવાળી ભૂમિકામાં વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. કાંઈ શબ્દ સાંભળવાનાં નિમિત્ત કારણ નહીં મળવાથી એકાંતે આનંદ, જ્ઞાનીના પ્રતાપે ગુરુશરણથી, શાંતિ વર્તે છે.
૨૧ જૂનાગઢ, અષાડ વદ ૧૦, સોમ, ૧૯૭૨ સહજાત્મસ્વરૂપાય નમોનમઃ દેખણ સરિખી બાત હૈ, કહના સરિખી નહિ;
ઐસે, અવધૂત દેખકે, સમજ રહો મનમાંહિ.” ૧ “ગુરુ સમ દાતા કો નહીં, જાચક શિષ્ય સમાન; તીન લોકકી સંપદા, સો ગુરુ દીની દાન.” ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org