________________
ઉપદેશામૃત કક્કો કર સદ્ગુરુનો સંગ, હૃદયકમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પલાય; લિંગવાસના હોયે ભંગ, કક્કા કર સદ્ગુરુનો સંગ. ૩ વધ્યા ઓળખાણ નહિ જેહને, સંશય શોક સદા તેહને, આતમબુદ્ધિ ન ઊપજે કદા, આશા તૃષ્ણા બહુ આપદા,
દેહદૃષ્ટિ દેખે દેહને, યચ્યા ઓળખાણ નહિ જેહને.” આત્માને લક્ષમાં રાખવા યોગ્ય છે, કર્તવ્ય છે. સંભારી યાદ કરશોજી.
૧૯ જૂનાગઢ, અષાડ સુદ પ, બુધ, ૧૯૭૨ શ્રી પ્રગટ પુરુષોત્તમસ્વરૂપ સહજાનંદી શુદ્ધ ચૈતન્ય પ્રભુને નમોનમઃ આ પત્ર સાથે પદ મોકલ્યાં છે; તે બને તો, મુખપાઠ થાય તો કરશોજી.
તીર્થની જગ્યા, વન-ઉપવન, વાડી, એકાંત જ્ઞાન-ધ્યાન જોગીઓને વૈરાગ્યનાં સ્થળો અત્રે સારાં છે. તેવા નિમિત્તના કારણે શાંતિ છેજી; ઉપાધિ નથી, પ્રતિબંઘ સહેજે અત્રે નથી.
પહેલું પદ
(પદની લયનો રાગ-કાફી) યોગી એકિલા રે ! નહિ જેને સંગ કોઈ, શિષ્ય તે સાચા રે ! તેની સોઈ નવ જોઈ. યોગી. ૧ (એ ટેક) એકલો વાસ વસે જંગલમાં, અખંડ આઠે જામ, ભેગા થાય કે સળગી ઊઠે છે, વેંચવુ છે કશું દામ ? સિદ્ધાંત એ જાણે રે ! વસે જોગી સહુ ખોઈ. યોગી. ૨ ઘૂઘરો એક હશે બાંધેલો, અવાજ તેનો નવ થાય, દસ-વીસ જો મળી બેસે તો, ઘોંઘાટથી માર ખાય, સુખ ન શમણે રે ! કર્યું-કાર્યું નાંખે ધોઈ. યોગી. ૩ એ સિદ્ધાંત સમજીને સાચો, એકલો રહે યોગીરાજ, કર્મયોગે વસતિમાં વસવું, તોપણ એકલો રાજે રાજ, સુખ સૌ એકે રે ! ઝાઝે મૂઆ છે રોઈ. યોગી ૪ પરિચય ને ઘનસંગ્રહ નહિ જો, તો એકલો રે'વાય, નહિ તો વગર બોલાવી વળગશે, અહીંથી તહીં બલાય, બાપુ એકિલા રે ! શાણા સુખી હોય. યોગી ૫
બીજું પદ હાં રે ! દિલડું ડોલે નહિ, રે ! ડોલે નહિ, બીજી વૃત્તિ અંતરની ના ખોલે રે ! દિલડું. (એ ટેક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org