________________
પત્રાવલિ-૧
૧૧ ૧૭ નાર, તા. ૫-૧૬, રવિ, સં. ૧૯૭૨ આપ અમારા વિષે ચિંતા કરશો નહીં. સદ્ગુરુ પરમકૃપાળુ યોગીન્દ્ર પ્રભુનું શરણું છે તેને કશી વાતની કમી નથી. સર્વ વસ્તુ તેને મળી આવી છે. સદ્ગુરુની કૃપાદ્રુષ્ટિ એ જ કલ્યાણ, સપુરુષની સર્વ ઇચ્છા પ્રશંસવામાં કલ્યાણ છે; એ જ અમને આનંદ છે ! અત્યાનંદ છે ! તા.ક. નીચેના દોહરા કોઈ પોતાની ખાનગી બુકમાં ઉતારી લઈ વિચારશો. દોહરા – “આતમ ઓર પરમાતમા, અલગ રહે બહુ કાલ;
સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. ૧ ભેદી લિયા સાથમેં, વસ્તુ દિયો બતાય; કોટિ જનમકા પંથ થા, પલમાં દિયા છુડાય. ૨ ચાર ખાણમેં ભટકતાં, કબહુ ન લાગત પાર; સો તો ફેરા મિટ ગયા, સદ્ગુરુકે ઉપકાર. ૩ મન મારનકી ઔષધિ, સદ્ગુરુ દેત દિખાય; ઇચ્છત પરમાનંદકો, સો સદ્ગશરણે જાય. ૪ ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય! જય! જય! ગુરુદેવ. ૫ તુલસી જગમેં આય કે, કરી લીજે દો કામ; દેનેકો ટુકડા ભલા, લેનેકો હરિનામ. ૬ કબીર કહે કમાલકું, દો બાતેં લિખ લે; કર સાહેબકી બંદગી, ભૂખાકો કુછ દે. ૭ લેનેકો હરિનામ હૈ, દેનેકો અન્નદાન; તરનેકો આધીનતા, બૂડનેકો અભિમાન. ૮ મુફત મનુષતન પાયકે, જો ન ભજત ગુરુરાજ; સો પીછે પછતાયેંગે, બહુત ઘસેંગે હાથ. ૯ સતિયા, સત નવ છોડિયે, સત છોડ્યું પત જાય; સતકી બાંઘી લક્ષમી, ફિર મિલેગી આય.” ૧૦
- ૧૮
જૂનાગઢ, જેઠ સુદ ૭, બુધ, ૧૯૭૨ “સદ્ગુરુ સમ સંસારમાં, હિતકારી કો નાંહી; કહે પ્રીતમ ભવપાશ તે, છોડાવે પલમાંહી. ૧ ગુરુકો માને માનવી, દેખી દેહવે'વાર; કહે પ્રીતમ સંશય નહીં, પડે (તે) નરક મોઝાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org