________________
ઉપદેશામૃત
૧૫
નડિયાદ, તા. ૯-૮-૧૫, સં. ૧૯૭૧ આપને જે સત્ મારગની ઇચ્છા છે, જે આપના અંતઃકરણથી દર્શાવી તેવી ભાવના કર્તવ્ય છે. આગળ ઉપર આપને તે ભાવનાથી લાભનું કારણ બનશે એમ સમજાય છે. સત્સંગ મોટી વસ્તુ છે તે આપને વિચારવા લાયક છે. પ્રાણીમાત્રને સુખની ઇચ્છા છે; અને દુઃખોથી મુક્ત થવું એમ વિચારી ઘણા પ્રયત્ન કરે છે, અથવા ઘણાં દર્શનથી તે જીવો દુઃખથી મુકાય તેમ સમજી પોતાના મતનો આગ્રહ કરીને ધર્મ કરે છે; પણ ‘ધર્મ' વસ્તુ શું છે તેનું એ જીવોને ભાન નથી. તે વિષે ॰વચનામૃતમાં શ્રી કૃપાળુદેવે પ્રકાશ્યું છે.
આ પત્ર વાંચી આપનાથી સમજાય તે જણાવશો.
૧૦
‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે'
૧૬
કાણીસા, ચૈત્ર સુદ ૪, ગુરુ, ૧૯૭૨
બીજું, હવે આપને સ્મૃતિમાં રહેવા સૂચના લખી જણાવું છું. હે પ્રભુ ! આપનું હૃદય કોમળ છે, સરળ, બહુ લાગણીવાળું છે, માટે જણાવું છું
—
૧. પત્રાંક ૭૫૫
⭑ ✰✰
અમો એવી આશા ખાસ કરતા નથી કે જેથી કરી આત્માને બાધ થાય. સાક્ષાત્ અમારા આત્મા સમાન જાણી, બીજાને બાઘ થાય તેમ અમે આજ્ઞા કરતા નથી, તેમ અમોને પણ બાઘ થાય તેમ કરતા નથી. માટે તે ખ્યાલમાંલક્ષમાં રાખી સુખ-સમાધિમાં આત્મભાવે ભાવનાએ રહેશોજી; કોઈ ચિંતા કરશો નહીં. ‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.’
Jain Education International
“ડગમગ ઠાલી શાને કરે, તારું ધાર્યું ન થાય, ગમતું થાશે ગોવિંદનું, કોનું જાણ્યું ન જાય. ૧ ઋણ સંબંધે આવી મળ્યા, સુત, વિત, દારા, દેહ; લેવા-દેવા જ્યારે મિટે, માર્ગ લાગશે તેહ. ૨ નિશ્ચે જાણો રે'વું નથી, જૂઠો જગ-વિશ્વાસ; એહથી સ્હેજે તું અલગો, આઠે પહોર ઉદાસ. ૩ ફોગટ ફંદ સંસારનો, સ્વારથનો છે સ્નેહ; અંતે કોઈ કોઈનું નથી, તું તો તેહનો તેહ. ૪ ખોળ્યે ખોટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંઘી રૂંથી ઊભું કર્યું, જેવું કાષ્ઠસ્વરૂપ. પ સંશય તેને શાનો રહ્યો, જેને બ્રહ્મવિચાર; અગ્નિ ઉધેઈ અડે નહીં, રવિ નહિ અંધકાર.''૬
For Private & Personal Use Only
www.jainelibrary.org