________________
પત્રાવલિ-૧ અનંત દેહ ઘારણ કર્યા છે; જે જે દેહ ઘારણ કર્યા છે તે દેહને વિષે તેણે મમતાબુદ્ધિ કરી છે. અને તેની સાથે દેહના સંબંધીઓ-સ્ત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈઓ, કુટુંબાદિકને વિષે ગાઢ સ્નેહથી મમતાબુદ્ધિ કરીને અનંતકાળથી આત્માને રખડવું પડ્યું છે. પણ આટલો દેહ જો સર્વ મમતા છોડીને આત્માર્થે ગળાશે તો નવો દેહ ઘારણ કરવો નહીં પડે અને તે મમતા છોડવાનું નિમિત્ત સત્સંગ, સલ્ફાસ્ત્ર છે તેનો નિવૃત્તિકાળે જોગ મેળવવો. અત્રે સત્સમાગમમાં જંગલમાં નિવૃત્તિએ થયેલી વાત વિશેષ વિચારવા યોગ્ય છે. પરમાત્મા ભક્તોને મોક્ષ આપવા કરતાં ભક્તિ આપવામાં કૃપણ છે; અને ભક્તને પરમાત્માની ભક્તિ એ જ તેનું જીવન છે. એ જ.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.” જીવને બોઘની જરૂર છેજી.
૧૨ નડિયાદ, જેઠ વદ ૧૨, શુક્ર, ૧૯૭૧ “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” દ્રષ્ટા સમ ભેદજ્ઞાનના સંયમી થાઓ, સંયમી થાઓ. હે આર્ય ! શાંતિભાવે વર્તશો.
શાંતિઃ શાંતિઃ
૧૩ નડિયાદ, અષાઢ વદ ૯, બુધ, ૧૯૭૧ આત્મસમાધિ, આત્મભાવનો વિચાર અને તેમાં વૃત્તિ કરવાને પુરુષાર્થ છે. મુખ્ય તો વૃત્તિને પરભાવમાં જતાં રોકવી, આતમભાવમાં રાખવી.
દુહા : “જનમ-મરણના દુઃખ સકલ, મેટણ સમરથ સોય,
જ્ઞાની સો હી સમરીએ, તો સમ ઓર ન કોય. ૧ જ્ઞાની સગુરુ બિન મિલા, માયા મારે કોડ, ચોરાસી લખ જીવડા, સકલ રહ્યા કર જોડ.” ૨
૧૪
નડિયાદ, આસો સુદ ૮, ૧૯૭૧ હે પ્રભુ ! હરીચ્છાએ શાંત રહીશું. ઘીરજથી, જેમ બનવા જોગ હશે તે બની જાય એ જોયા કરીશું–દ્રષ્ટા તરીકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org