________________
ઉપદેશામૃત હે પ્રભુ! હવે તો આપણે બન્ને જણા એક ક્ષેત્રે, સંતસમાગમે શાતા-અશાતા, સુખ કે દુઃખ સમપરિણામે વેદી કાળ વ્યતીત કરીશું એમ મનમાં આવી જાય છે.
૯ ચકલાસી, માગશર વદ ૨, શનિ, ૧૯૭૧ આપને જણાવવાનું તે પ્રથમ પત્રથી લખેલ, વળી અત્રે આ પત્રથી લક્ષમાં રાખશો. લખવાનું કે કૃપાળુદેવ પ્રભુની આજ્ઞા આપને છે. તે ધ્યાનમાં લઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર જે ક્ષેત્રે વિચરતાં આત્મહિત થાય તેમ અપ્રતિબદ્ધતા, અસંગતા, જગતના સર્વ ભાવો પ્રત્યે ઉદાસીનતા રાખી, હૃદયને નિર્મળ કરી, આખા વિશ્વને ચેતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. વળી શ્રી સદ્ગુરુની મુદ્રા વીતરાગ ભાવે ધ્યાનમાં અવલોકન કરતા રહેશો, સુખ-સમાધિ શાંતિથી વિચરજો.
મુનિ. ને, મારા આત્મભાવે યથાયોગ્ય નમસ્કાર પ્રાપ્ત થાય, એમ કહીને કહેશોજી : “આપ તો મહા ગુણી છો ! પરમ આત્માર્થી છો ! આપશ્રીએ કૃપાળુદેવ પ્રભુની શ્રદ્ધા, રુચિ, આસ્થા ગ્રહણ કરી, તેથી આપ કૃતકૃત્ય ! ઘન્ય ઘન્ય છો ! ઘન્યવાદપૂર્વક પરમ ઉલ્લાસભાવથી તેમ આતમ પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો ! આપ તો અવસરના જાણ છો. ત્યાં મુનિશ્રી મોહનલાલજી પાસે રહી જેમ બને તેમ આત્મહિત, કલ્યાણ થાય તેમ કરી, આત્માનું કલ્યાણ કરો એ જ મારી આશિષ છે. તમારી જય થાઓ ! ”
૧૦
નડિયાદ, સં. ૧૯૭૧
ઈ. સ. ૧૯૧૫ તત્ સત્ આપશ્રીએ સદા આનંદમાં રહેવું. કૃપાળુદેવ સર્વની સંભાળ લે છે. દ્રષ્ટા તરીકે જોયા કરવું. જગતના સર્વ ભાવ ભૂલી જવા માટે પ્રયત્ન કરવું. સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા એટલે સમભાવ રાખી, હૃદયને નિર્મળ કરી, આખા જગતને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. આ પ્રભુ એટલે કૃપાળુદેવ શ્રી સદ્ગુરુ પ્રભુની મુદ્રા છબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગ ભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી. ગુરુપસાથે સર્વ આવી મળશે.
૧
નડિયાદ, સં. ૧૯૭૧
તા. ૧૦-૩-૧૫ આટલો દેહ આત્માર્થે આત્મકલ્યાણમાં ગાળવો એ મુમુક્ષુઓએ ભૂલવા જેવું નથી. જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org