________________
પત્રાવલિ-૧
૬
તત્ સત્
શરીર-પ્રકૃતિ દિવસે દિવસે તેનો ધર્મ બજાવે છે. તેમાં અંતવૃત્તિ તો અસંગ રહેવાના વિચારવાળી છે. વળી જેમ જનસમૂહનો પરિચય ઓછો હોય તેમ ઠીક રહે છે. ઉપાધિ ગમતી નથી. તેમાં પ્રારબ્ધ, સંચિત અનુસાર આવી મળે છે, તે હરીચ્છાએ સુખદાયી માનીએ છીએ. ઉદય-આધીન વર્તતાં, સમભાવી થવાય તેવા પુરુષાર્થનો વિચાર રહ્યા કરે છે.
૭
ॐ
Jain Education International
તત્ સત્
પરમ કૃપાળુએ આ દુષમકાળ કહ્યો છે તે યથાર્થ અનુભવાય છે. આ કાળ જોતાં ખેદ પામવા જેવું છે. આપે લખ્યું જે આપણું કરીને વહ્યું જવું. તેમ જ છે. હવે બીજે દૃષ્ટિ મૂકવા યોગ્ય છે નહીં. ‘આભ ફાટ્યાને થીંગડું ક્યાં દેવું ?' તેમ આપે લખેલું તે પણ બરાબર છે.
⭑ ⭑
નાના કુંભનાથ, નડિયાદ
અષાડ સુદ ૬, ૧૯૭૦
८
નિડયાદ, અષાડ વદ ૧૧, વિ, ૧૯૭૦
તા. ૧૯-૭-'૧૪
તત્ સત્
મહાત્મા પુરુષોના દેહની રક્ષા આત્માર્થી ભાવિક મુમુક્ષુ પુરુષે જરૂર કર્તવ્ય છે. પણ કાળની કઠિનતાને લીધે શું લખું ? લખ્યું જાય તેમ નથી. ‘પર્યાયદૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.' હે પ્રભુ ! તડકો ત્યાં છાંયો; જેમ ગાડાનું પૈડું ફરતું હીંડે છે ત્યારે ઉપરનીચે આવે છે, તેમ શાતા-અશાતા ઉદયરૂપ કર્મ, ભાવિક આત્મા જોયા કરે છે; તેમાં હર્ષવિષાદ કે ખેદ કરતા નથી, સમભાવે વેદતાં શાંતિથી સાક્ષીપણે વર્તે છે. આપ તો એકાકી ભાવે દ્રષ્ટા આત્મા થઈ વર્તો છો; શાંત, દાંત ગુણી છો. ઘન્ય છે આપ પ્રભુને ! આવા સત્પુરુષની ઓળખાણ આ જગતના જીવોને થવી ઘણી મુશ્કેલ છે. કોઈ મહાન પુરુષને જોગે તે ખબર પડે છે. હે પ્રભુ ! સત્પુરુષની ભક્તિ, તેના ગુણોનું ચિંતવન, તેની શ્રદ્ધા, તેના વચનામૃતનું પાન-ભક્તિ કરે છે તેથી તે અમને માન્ય છે. તેવા ભાવિક આત્માને નમસ્કાર ! તે કૃતકૃત્ય ! ધન્ય છે ! ધન્ય છે !
ઉમરેઠ, માગશર, ૧૯૭૧
હે પ્રભુ ! સનત્કુમાર ચક્રવર્તીને મોટા સોળ રોગનો ઉદય હતો. તે મહાત્માએ સમભાવે વેદીને પોતાનું કલ્યાણ કર્યું છે, તેમ આપ પણ શાંત ભાવે વેદન સહન કરી પરિષ–ઉપસર્ગને ઘીરજથી વેદી આત્મકલ્યાણ કરો છો માટે આપને ‘ધન્ય ! ધન્ય !' કહી વંદું છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org