________________
ઉપદેશામૃત આગળ પાછળ ચાલ્યું જવાનું છે એમ જાણી, ખેદ કરવો ઘટતો નથી. વળી હે મુનિવરો ! તમને જે ખેદ મુનિ દેવકીર્ણજીના વિજોગનો છે તે ખેદ ત્યાગ-વૈરાગ્યમાં વર્તાવવો ઘટે છે. તેમજ મરણ સદા સ્મૃતિમાં રાખી ક્ષણે ક્ષણે ભૂલવા જેવું નથી એમ જ્ઞાની પુરુષનું કહેવું છે એમ સમજી પ્રમાદ છોડી, ભક્તિ વૈરાગ્ય અને શાસ્ત્રનું વાંચવું વિચારવું, અવલોકન કરી ધ્યાનમાં લેવું ઘટે છે. જેથી કરીને પરભાવ ભૂલી જવાય એમ કર્તવ્ય છે. તેની સાથે રસાદિનો ત્યાગ ઘટે છે. હે મુનિવરો ! મહાત્માપુરુષે કહ્યું છે તે યાદ લાવવા જેવું છે કે
પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ;
પરમ પુરુષથી રાગતા, એકત્વતા દાખી ગુણ-ગેહ.” એમ સદ્ગુરુદેવનું પણ કહેવું છે તે યાદ લાવી, પાંચમા સુમતિનાથનું શ્રી આનંદઘનજીકૃત સ્તવન મુખપાઠ કરી વિચારવા જેવું ઘટે છે, તેમ વર્તન કરવું ઘટે છે.
*
*
ભાદરવા વદી ૭, શનિ, ૧૯૫૮ યથાતથ્ય સ્વરૂપને પામ્યા તે પુરુષની શ્રદ્ધા, સન્મુખ દ્રષ્ટિ, તે સદ્ગુરુની આજ્ઞા ત્રિકરણયોગે સાઘન કરતાં સમયે સમયે જે ઘર્મમાં પરિણમી રહ્યા છે તેને નમસ્કાર હો ! નમસ્કાર હો !
બીજું કાંઈ શોઘ મા. એક સપુરુષ પ્રત્યે એકનિષ્ઠાએ તેના વિજોગમાં પણ સર્વ યોગ અર્પણ કરી આત્મજાગૃતિમાં અખંડ રહ્યા છે, તેની આજ્ઞાએ યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, શ્રધ્યું છે, વેડ્યું છે, વેદે છે, ત્રિકાલ તે જ છે તે યથાતથ્ય સ્વરૂપ જાણનારની પ્રતીતિ કર્તવ્ય છે. તે સ્વરૂપ નહીં જાણનારને, દેવાધિદેવ પરમકૃપાળુદેવે આત્મસ્વરૂપ જાણ્યું છે તે જ સ્વરૂપની ભાવનાએ ખરા આત્મભાવે તે જ મને હો, તે જ મારે માન્ય છે એમ વિચારી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' પ્રત્યેનું ધ્યાન ક્ષણે ક્ષણે સ્મૃતિમાં લાવવાની ભાવનાએ વર્તવું કર્તવ્ય છેજી.
ઉદય આવેલાં કર્મ સમભાવે જ્ઞાની પુરુષ સહન કરે છે. અનંતી વેદના નરકાદિકની ઉદય આવ્યું જીવે ભોગવી છે. શાતા-અશાતા બેઉનો અનુભવ પુરુષના બોઘે વિચારવા યોગ્ય છે. કોઈ પણ વિકલ્પ કરવા જેવું નથી, ફક્ત એક સ્મરણ કર્તવ્ય છે. દ્રષ્ટા તરીકે રહી વર્તવા યોગ્ય છે. જે દેખાવમાં આવ્યું તે જવાનું છે, તેમ વિચારી જૂઠાભાઈ ઉપરનો પત્ર છે, જેમાં હું તમારી સમીપ જ છું એમ રાખી જાગૃતિમાં રહેવાની ભલામણ જ્ઞાની પુરુષે કરી છે તે પત્ર, વળી – “બલા નરરૂપ, તિરિયાયુવમgયા,
पत्तोसि तिव्व दुक्खं, भावहि जिणभावणा जीव." પૂજ્ય વનમાળીભાઈ ઉપરનો પત્ર છે તે વિચારશો.
૧. પત્રાંક ૯૧૩ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' પ્રકાશિત આવૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org