________________
પત્રાવલિ-૧ મુનિવર શ્રી દેવકીર્ણજી આત્માર્થી, મોક્ષ-અભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. વળી અશુભવૃત્તિનો અભાવ કરી શુભવૃત્તિ રાખવામાં પુરુષાર્થ કરવાની ઇચ્છાએ તે લક્ષમાં લેતા હતા. ઘન્ય છે તેવા આત્માને ! તે આત્મપરિણામી થઈ વર્તતા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હો !
બીજું, પરમ સત્ વીતરાગ ગુરુદેવની તો એ આજ્ઞા છે કે હે આર્ય ! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો, સંતવૃત્તિ કરો. “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંઘ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંઘ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંઘ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” તે સત્પરુષોને નમસ્કાર હો ! નમસ્કાર હો ! “સમ્યક પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમઘર્મ પરમપુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રષ્ટ વૃત્તિ ન થાય એ જ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” | મુનિ દેવકીર્ણજીને વેદની કર્મ પ્રબળ વેદતાં, મરણ ઉપસર્ગ જેવા અવસરે સમતાભાવે કર્મનિર્જરા થઈ છે. તો તે અવસરે અથવા છેલ્લા અવસરે કાંઈ બોલ્યા હતા ? તે જણાવશો. મુનિ લક્ષ્મીચંદજી આદિ મુનિવરોને તે મુનિશ્રીનો સમાગમ સંયમને સહાયકારક હતો, વૈરાગ્યત્યાગનો વઘારો થવાને કારણભૂત હતો. અમોને પણ તે જ કારણથી ખેદ રહે છે. તે ખેદ હવે કર્તવ્ય નથી. અમારે અને તમારે એક સદ્ગુરુનો આધાર છે, તે શરણ છે. તે પરમ સત્સંગ પરમ સના શરણે આત્મા દેહથી ભિન્ન જાણી સ્વરૂપસ્થિત થવું કર્તવ્ય છે. એથી આ મનુષ્યદેહમાં જન્મ સફળ કરવાનો, ઉદ્ધરવાનો અવસર આવ્યો છે.
ભગવંતે દુર્લભમાં દુર્લભ આવો જોગ મળવો કહ્યો છે, તે ભૂલવા જેવું નથી. વળી અમો આ દેશમાં આવ્યા ત્યારે બહુ વિચાર કરી તમારા સમાગમમાં મુનિ દેવકીર્ણજીને મૂક્યા હતા જેથી કરી તમને કોઈ પ્રકારે ખેદ થાય નહીં. અને અમારે થોડો કાળ નિવૃત્તિક્ષેત્રમાં વિચરવું હતું, તેમાં ઉદય બળવાન તેથી કરી અમારા પણ ઘાર્યા ઉપરાંત આ દેશમાં આવવું થયું છે. તે ભાવિ ભાવ થયું. તેવામાં તમારે અને અમારે તે મુનિશ્રીનો વિયોગ થયો. તે જાણી હવે ખેદ કર્તવ્ય નથી, શાથી જે મરણ તો સર્વ પ્રાણીને આવે છે. આપણે પણ તે દિન આવે તે પહેલાં સાવઘાન થવા જેવું છે. પ્રાણીમાત્ર સૌ સૌના શુભાશુભ કર્મ પ્રમાણે ગતિ આગતિ કરે છે. આપણે તેમ જાણી દેહનો ભરૂસો કર્તવ્ય નથી. નાશવંત દેહનો વિશ્વાસ રાખવા જેવું નથી. આ દેહ કંઈ કામનો નથી. એક સેવા-ભક્તિ કોઈ સંતપુરુષના જોગે બને તો કલ્યાણકારી છે. આ જીવે દેહના કારણે, દેહને માટે અનંત કાળ આત્માને ગાળ્યો છે; પણ આત્માને માટે આ દેહને ગાળે તો પરમ કલ્યાણ થાય, સહેજે આત્મજ્ઞાન સુલભ થાય. અનાદિનું જે અજ્ઞાન તેનો નાશ થવાનો અવસર આવ્યો છે. પણ આ જીવની મૂઢતાને ધિક્કાર છે ! અતિ ખેદકારક છે. સર્વ ભૂલી જવા જેવું છે. તે ઘર્મનો નાશ થયો નથી; અતીત, અનાગત અને વર્તમાનમાં તેમ થયું નથી. નાશવંત જે છે તે વહેલું મોડું મૂકવા જેવું છે. આપણે પણ બેસી રહેવું નથી. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org