________________
ઉપદેશામૃત હું ઝઘડો મચાવી રહ્યો છું. આમથી આમ અને આમથી આમ પરિણામને ખાંપું છું; પણ વળી આમથી બીજાં પેસી જાય છે. વળી તેની સામો થઈ તેનો તિરસ્કાર કરું છું ત્યારે ભાગી જાય છે.
હે પ્રભુ ! તમારાં વચનને ઘન્ય છે ! હે માવતર ! તમારો આઘાર છે. હે પ્રભુ ! આપનાં અમૃતતુલ્ય વચનનો આ રંકને જોગ મળ્યો તેથી કરીને હે પ્રભુ ! જરા શાંતિ થઈ. નહીં તો હે નાથ ! મારી કોઈ ગતિ નહોતી. હે પ્રભુ ! તમારું શરણું ભવોભવ હજો. હે નાથ ! નોંઘારાના આધાર, હે પ્રભુ ! એક જ્યારે આપનું શરણું ગ્રહણ કરું છું ત્યારે સંકલ્પ-વિકલ્પ બંઘ પડે છે, અને તે પરમ શાંતિને આપે છે. તેથી વૈરી માત્રનો નાશ થાય છે અને મને ત્યારે સારું લાગે છે. જ્યાં તકરારવાની વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું, ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઊઠે તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય તેનો ઉપાય પણ હે પ્રભુ! એકચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. હે નાથ ! એવી અપૂર્વ વસ્તુ તમોએ મને આપી છે. હે નાથ ! તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારું ભવોભવ હજો શરણું, પ્રભુ તમારું. એ જ વિનંતિ.
શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૩ શ્રી પ્રગટ સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ, ત્રિકાળ નમસ્કાર ! આ સંસારના પ્રસંગમાં મોહમમત્વ વડે વહેવારમાં આસક્ત વૃત્તિને અટકાવનાર, પાંચ ઇંદ્રિયના વિષયને રોકનાર, કષાયો મોળા પડવાનું કારણ એક સપુરુષના ઉપદેશથી થયેલો બોઘ પરમ કલ્યાણકારી છે. જ્યાં સુધી આ જીવ તે સદ્ગોઘ અને સદ્ગુરુએ કહેલાં સન્શાસ્ત્રોને અવગાહતો નથી ત્યાં સુધી તેને બાહ્ય વૃત્તિ રહે છે.
કરમાળા, જિસોલાપુર
(ચાતુર્માસ) સં. ૧૯૫૮ તત્ સત્
શ્રીમદ્ પરમ વીતરાગ સદ્ગુરુદેવને નમોનમઃ મુનિશ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિવરો પ્રત્યે,
અત્રેના મુનિશ્રી આદિના યથાયોગ્ય નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના દેહત્યાગ થયાની ખબર તારથી સાંભળી ખેદ થયો છે. વળી તમ પ્રત્યે પણ ખેદ થવો સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org