________________
શ્રીમદ્ લઘુરાજસ્વામી(પ્રભુશ્રી)
ઉપદેશામૃત
✩
પત્રાર્વાલ-૧
✩
૧*
Jain Education International
ო
તે પૂર્ણાનંદી મહાત્માને ત્રિકાળ નમસ્કાર !
હે ભગવાન ! આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે તે મારા પ્રભુ-ગુરુએ જે કીધું તે સત્ છે. તેથી મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. એક પ્રભુ—ખરા હરિ પ્રભુમાં ભિન્નભાવ નથી; ગુરુરૂ પરમાત્મામાં ભિન્નભાવ નથી. તે વિના બધું દૃશ્ય જગત ભ્રમ છે; તે માટે હે પ્રભુ, તમો જો કોઈ વાત આ બાળકને કહેવા યોગ્ય હોય તો લખી જણાવવા કૃપા કરશો; શાથી જે બીજા કોઈનું મને કહેવું થાય અથવા કોઈનું સાંભળવું થાય તે મને અંતઃકરણમાં ઊતરે નહીં. આપ જે લખો અને કહો એ વાત સત્ છે, તે કહ્યું ખરું છે. તેથી મને વિશ્રાંતિ આવે છે. મને અનુભવથી જો ખરું લાગે તો પણ એમ રહ્યા કરે છે જે પ્રભુ સ્વીકારે અને એમ કહે જે તે પ્રમાણે છે તો શાંતિ થાય છે; નીકર ચિત્ત વિકલ્પમાં રહે છે.
ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧
હાલ તો મારે ખરો આશરો હે પ્રભુ, તમારાં વચનામૃતોનો છે. બોઘ થયેલ તે સ્મૃતિમાં આવે છે અને તમારું શરણું છે. બાકી હે પ્રભુ, આપનો બોધ અને જે માર્ગ તેનું મને ભાન ન હોત તો આ સંસારસમુદ્રમાં રઝળી મરત, ગોથાં ખાયા કરત. ધન્ય છે હે પ્રભુ, આપની પવિત્રતાને જે આ રાંક કિંકરને તાર્યો અને તમારા શરણાથી મને વિશ્રાંતિ આવશે.
For Private & Personal Use Only
૨
શ્રી કૃપાળુનાથને ત્રિકાળ નમસ્કાર !
હે પ્રભુ ! ‘છ પદ’ ની દેશના કહી તે મેં મોઢે કરી છે; અને દિન પ્રત્યે તે વિષે પુરુષાર્થ જેમ થશે તેમ કરીશ. પણ હે નાથ, હું જ્યાં પુરુષાર્થ કરવા માંડું છું ત્યાં વઢવાડ થઈ રહે છે. કોઈ કોઈ સંકલ્પ-વિકલ્પ આવે તેને કાઢું છું. દિવસે રાત્રે દ૨૨ોજ સંગ્રામ ચાલે છે. વળી દોષ દેખું છું. પ્રભુ,
* આ પહેલાં ત્રણ પત્રો શ્રીમદ્ રાજચંદ્ર ઉપર શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ લખેલા પત્રોમાંથી લીધા છે.
કાર્તિક સુદ ૫, બુધ, ૧૯૫૨
www.jainelibrary.org