________________
પાસિ > પાસે, પણિ > પણ, રિ > દૂર, ઉપરિ > ઉપર, હવઈ > હવે, પછઈ > પછી, જિમ-જિમ > તિમ તિમ, જિહાં > તિહાં જેવાં સંયોજકોનો પ્રયોગ જોવા મળે છે. ‘એ’ નો વિશિષ્ટ પ્રયોગ
વાંચે, ધ્રૂજે, જે, સહે, નેહૈ
‘ઓ’ નો પ્રયોગ
ભલો, ઘણો, પાલો,
‘જી’ નો પ્રયોગ
તાજી, ભલુંજી, કહાજી
ઉપરોક્ત દૃષ્ટાંત પત્રોની ભાષાના સંદર્ભમાં નોંધ્યાં છે. ભાષા અંગે વિશેષ અભ્યાસ થઈ શકે તેવી ક્ષમતા આ પત્રોમાં છે.
મધ્યકાલીન પત્ર સાહિત્યને પત્રસ્વરૂપના વિકાસના સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવે તો તે યથોચિત લેખાશે. સમકાલીન પ્રભાવથી લખાયેલા આ પત્રો પત્રનું નામ ધરાવે પણ આકારની દૃષ્ટિએ સફ્ળ નીવડે નહિ તેથી પત્ર નથી એમ કહી શકાય નહિ.
જૈન સાધુઓ સંસ્કૃત - પ્રાકૃત ભાષાના જાણકાર હોવાથી સંસ્કૃત - પ્રાકૃત અપભ્રંશ ભાષાના શબ્દ પ્રયોગો થયા છે. ભાષાની દૃષ્ટિએ વાચકવર્ગને સમજવામાં થોડી કઠિનાઈ લાગે તેમ છતાં લેખના વિચારો આત્મસાત્ થઈ શકે તેવા છે. આ પત્રોને વિકાસના અનુસંધાનમાં વિચારવાથી સત્ય પામી શકાશે.
પત્રોના વિચારો ચરિત્રાત્મક વિગતો પૂરી પાડે છે તેની સાથે કેટલાંક બોધાત્મક વિચારો જ્ઞાનમાર્ગનું દર્શન કરાવે છે. જૈન પત્ર સાહિત્ય ભા. ૧નો ઉત્તમ પત્ર એ સીમંધર જિન
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org