________________
મિચ્છામી દુક્કડમ્... !
ઈતિ શ્રી જીવ ચેતના કાગલ સંપૂર્ણ.
શ્રી ગૌતમ સ્વામિ પ્રસાદાત્ શ્રી. શ્રી... શબ્દાર્થ : અપ્રશસ્ત - જેનાથી અહિત થાય તેવું કાર્ય, સંક્રમણ - પરિવર્તન, જીવોના મનના પરિણામોને કારણે કર્મ પ્રકૃતિનું બદલાઈને અન્ય કર્મપ્રકૃતિ રૂપે થવાની ક્રિયા. પ્રણામ – મનના શુભાશુભ વિચારો, પિણ - પણ, ક્ષાયિકભાવ - કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકત્વાદિગુણો. અબાધાકાળ - કોઈપણ કર્મનો બંધ થયા પછી તે કર્મનો તરત જ વિપાક થતો નથી. તે કર્મો પાસે અમુક સમય સત્તામાં પડ્યા રહે છે. દા.ત. : એક કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંધ હોય તો તે કર્મનો અબાધાકાળ એક હજાર વર્ષને પ્રાયે હોય છે તેમાં હાનિવૃદ્ધિ થયા કરે. ઉદીરણા - જે કર્મોનો શાંતિકાળ ચાલી રહ્યો છે તેનો શાંતિકાળ પૂર્ણ થયા પહેલાં જ તરત ઉદયમાં લાવીને તે કર્મોનો વહેલો અનુભવ જે અધ્યવસાય કરાય છે તે અધ્યવસાયને ઉદીરણા કહેવાય છે.
૧૮૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org