________________
નિધ્ધત્તકરણ (૭), નિકાચિતકરણ (૮), કર્મપયડી મળે છે. ઈણી છે રીતે કરણ ૮ તેહનો વિસ્તારતો ઘણો છે. સાંભલે જે આત્મા તે આત્માને હિત થાઈ. એહવા પ્રણામ સારો રાખે હિત આત્માને થાઈ. અથવા હિમા પ્રણામ રાખે આત્માને અહિત થાઈ છે. તે આત્મા અર્થિજીવહોઈ. ઉદયે થઈ સારો પ્રણામ રાષે, ધર્મ ચર્ચા કરે, વ્યાખ્યાન, પચ્ચકખાણ, પોષહ, પડીક્કમણા, જિનપૂજાને સાધર્મિ વત્સલ શુભ કરણ જોડે. કદાકતેહવાં, શુભ ક્રિયા કરવાનો જોગ નમીલે તિવારૈ, ભાવ ધર્મની ઉલષાણી વાલાજીવન સારો પ્રણામ રાષે તો શુભકર્મ બંધાઈ તે, શુભ કર્મ બાંધતાં જે આત્માને અસંખ્યાત પ્રદેશે, પાપના દલીયા અનંતા ઈ રહ્યા છે. તે દલીયા પાપના શુભ બંધાતાં શુભ પ્રકૃતિ ગ્રહણ થાઈ. તે અનંતા દલીયા પાપ રૂપ છે તે સંક્રમણે પુન્યરૂપ થાઈ અથવા
કોઈ જીવને ઉદયે થયે હિણાં પ્રણામ કરે. ઘણાં કુડ, ઘણાં કપટ, ઘણાં છલ, બલભેદ વિશ્વાસઘાત, પારકી નિંદા બેઠો કરે તેહવા અનેક હિણાં પ્રણામ બેસતાં ઉઠતાં કરે તે અશુભ કર્મબંધ કરે. અસંખ્યાતે પ્રદેશે પુન્યના દલીયા અશુભ કર્મ બાંધે તે અશુભ પતતુગ્રહથાએ તે અસંખ્યાતે પ્રદેશે. અનંતા પુન્યના દલિયા સત્તાઈ રહ્યા છે. તે અશુભ સંકમે પાપ રૂપ થાઈ ઈણી રીતે આત્મા સમયેસમયે જેહવા પ્રણામ થાઈ છે. તેવા સંક્રમણે દલીયા બદલાય છે. એવી રીતે આત્માના ઝગડા આત્મા કરે છે. તે માટે આત્મા અર્થિજીવ હોય તે સારા પ્રણામ રાષવા વલી ઉદ્વર્તના અપવર્તના સમ-સમ થાય છે. તેહની અસારતલષીયે છે. જે કોઈ વેલા જીવ કોડાકોડી એકની સ્થિતિ બાંધે, તે બાંધતી વેલા તો કોડા કોડી એકની બાંધે. પછે વળી કોઈ હિણિ સંગતિ કરતાં હિણા પ્રણામ કરતાં કોડાકોડીની સ્થિતિ બાંધી હોય તે વધારીને સિત્તેર કોડાકોડીની ઉત્કૃષ્ટી કરે અથવા કોઈ જીવ સારા પ્રણામે ભાવધર્મની ઉલષાણીવાલોજીવ ધર્મ ચર્ચા કરે. સારા પ્રણામ રાષે તો, કોઈ
૧૮૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org