SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમા પ્રગટ થયો છે તે દૃષ્ટિએ દીર્ઘ અને લઘુ લેખમાં ગુરૂનો ભક્તિ ભાવપૂર્વક ઉલ્લેખ થયો છે તો વળી પત્રને અંતે ગુરૂપરંપરાની વિગતો દર્શાવી છે. ઉદા. જોઈએ તો તપગચ્છાગણદિણ પરસિરિ વિજયસેનસૂરિણ શિસણ સંયુણિયો સહરિસં કવિ કમલ વિજયસેન ૧T (સીમંધર જિન પત્ર કમલવિજય) ઉત્તમચંદ્રગુરૂ પાય સા. નમતી શીવચંદ્ર ઉચરેજી (વિરહિણી લેખ) પત્રો કાવ્ય સ્વરૂપે લખાયા હોવાથી કલ્પનાનો વૈભવ, અલંકાર યોજના અને રસસૃષ્ટિ પણ પત્રને આકર્ષક બનાવવામાં ઉપયોગી નીવડી છે. “રસરાજ શૃંગાર' કહેવાય છે તેનો પરિચય પત્રોથી થાય છે. ભક્તિ શૃંગાર - શાંત રસનું નિરૂપણ ભક્તજનોને ભક્તિભાવમાં તલ્લીન કરે છે તો તીર્થકરનો વિરહ, તીર્થકર સ્વામી તરીકે માનીને વિરહાનુભૂતિ કરવી, તીર્થકર ભગવાનને સ્વામી માનીને સ્નેહ કરવો, વગેરેનું નિરૂપણ શૃંગારરસમાં થયું છે. તેમાં ભૌતિક જીવનની વિરહની અનુભૂતિની વિગતો દ્વારા આધ્યાત્મિક પ્રેમ પ્રતિ ઊર્ધ્વગમન થયું છે. એટલે તેના દ્વારા અંતે તો પ્રભુ પ્રેમનું જ નિરૂપણ કેન્દ્ર સ્થાને રહે છે. ગદ્યમાં લખાયેલા ત્રણ પત્રો શુદ્ધ અધ્યાત્મ ભાવનાને સ્પર્શે છે. આત્મબોધપત્રિકા, જીવચેતના કાગળ અને દેવચંદ્રના પત્રો તેના દૃષ્ટાંતરૂપ છે. દીર્ઘકૃતિના અંતર્ગત લખાયેલ પત્ર મૂળ કથાવસ્તુના એક હા ભાગરૂપે સ્થાન ધરાવે છે. દા.ત. : શૃંગારમંજરી કથામાં S અજિતસેન-શીલવતી લેખ છે તે અત્રે પ્રગટ કરવામાં આવ્યો છે. તે તીર્થંકર વિષયક પત્રો મધ્યકાલીન કાવ્ય પરંપરાને અનુસરી ' લખાયા છે તેમાં ભક્તિભાવના કેન્દ્રસ્થાને છે. દૂર દેશાંતરમાં વસતા (૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy