________________
શુભ યોગ, નિર્જરા, વૈરાગ્ય, કરૂણા જિનવચનમાં શ્રદ્ધા મળે તો મોહરાજા સામે જંગ ખેલીને વિજય મળે. ઉપરોક્ત સામગ્રી આત્માને કર્મ શત્રુ સામે લડાઈ કરવા માટે ઉપયોગી છે. આ મળેતો તે મોહરાજા - કર્મોનો પરાજય થાય છે અને આત્મા મોક્ષનગરનું શાશ્વત સુખ મેળવે છે. કવિએ યુદ્ધના વર્ણનમાં વિશિષ્ટ શબ્દ પ્રયોગો દ્વારા યુદ્ધનો અનુભવ કરાવ્યો છે. યુદ્ધમાં બાણ છુટે છે, હડડડ, ધડડડ, ચડડડ, ઠો, ગડડડ, જ્ઞાન તોપો છૂટે છે એટલે મોહરાજા પરાસ્ત થાય છે.
પછી સીમંધર સ્વામી ભગવાનની (રાજા) આણ વર્તે છે. યુદ્ધમાં વિજયનો આનંદ વ્યક્ત કરતાં નગારાના સંગીતમય ધ્વનિ આ પત્રને રસિક બનાવવામાં પોષક બને છે. ઝી, ઝણણણ ઝિગડદાં, દાંદાંગડ, દાગડદાં, ધનીકટદાં વિધિનિક, ધનીકળી જેવા શબ્દો વિજયાનંદનો સાક્ષાત કરાવે છે. આ કર્ણપ્રિય સંગીતમય ધ્વનિના નિરૂપણથી પત્ર પૂર્ણ થાય છે. * સીમંધર જિન ફરદી એક ઉત્તમ પત્ર છે. તેમાં રહેલી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન, આત્મા ઉદ્ધારનો માર્ગ અને વીતરાગની ભક્તિ ગુણ કીર્તન આત્માનો અવશ્ય ઉદ્ધાર કરે જેવી વિગતો મહત્વની ગણાય છે. શૈલી દષ્ટિએ આ પત્ર ઉત્તમ કક્ષાનો છે.વારંવાર વાંચવાની ઈચ્છા થાય અને તેમાં રહેલા વિચારો આત્મસાત્ થાય તેવા આપત્ર નમૂનેદાર છે. તો વળી જૈન પત્ર સાહિત્યનું ગૌરવ વધારે છે. અધ્યાત્મ રસિક વર્ગને માટે આવી શૈલીનો પત્ર વિદ્વાન કક્ષાના આનંદ આપવાની સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પણ બને છે.
- જૈન સમાજમાં પ્રભુભક્તિ મોટા પાયા પર થાય છે. પણ આ છે. પ્રભુ પાસે શું માંગવું તેની સૂચી આ પત્રમાંથી મળે છે. લોગસ્સ નાહ
અને જયવીયરાય સૂત્રને પણ યાદ કરીને પત્રની સૂચીને સમજવાનો છે
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org