________________
૬. રામલેખ કવિ ન્યાયસાગર રચિત રામલેખમાં રામચંદ્રજીનો સીતા પ્રત્યેનો પત્ર પ્રેમ અને સીતાહરણ પછી તેણીના વિયોગની સ્થિતિનું નિરૂપણ થયું છે. કવિએ રચના સમયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે સંવત સત્તર ત્રેવીસ સહીરે, કાગલ આસો માસ રે લેખ તેર મહિને ન્યાયસાગર ઉલ્લાસી. વક્તાનો મન પંજરી, શ્રોતાને સુખદાય થશે.
સ્વસ્તિ શ્રી લંકા જ્યાં હી હો' થી લેખની શરૂઆત થઈ છે. રામચંદ્રજી સીતા હરણથી વ્યથિત થઈને તેણીને ઉદ્દેશીને પત્ર લખીને પોતાની મુદ્રિકા હનુમાનને આપીને સીતા પાસે મોકલે છે. આ લેખમાં રામચંદ્રજીનો સીતા પ્રત્યેનો સાચો સ્નેહ પ્રગટ થયો છે. પત્રની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
રામચંદ્રજી સીતાનું સ્મરણ કરતાં કહે છે કે મારું મન તારા મુખકુલને જોવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. “તુજ વિના સુનો સંસાર', “તુજ વિના સુનો સફળ અવતાર' તારા વિના રાત દિવસ ઝરી ઝુરીને વ્યથિત થયો છું. તું મારી પ્રાણપ્રિયા છે. કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા આ વિગત સમજાવતાં જણાવ્યું છે કે, વંધ્યાચલ વિરહ સંસારી, ગજ ઝુરે મનમાં ભારી હો.
રામચંદ્રજી સીતાના સ્નેહને પણ ઉપમાયુક્ત દર્શાવે છે. તું તો માલતીને હું તો ભમરો, તું તો વેલિને હું તો અમરો
તું તો રેવાને હું હાથી ઈમ રમતા હે સાથી. રિ તારું મુખ, નયન અને વચન પણ આનંદદાયક છે. મારા 0િ S વિરહાગ્નિને શાંત કરવા માટે તારું દર્શન જરૂરી છે. મારું મન થી થી તારી સાથે એકરૂપ બન્યું છે. હું એકલો કોની સાથે વાત કરું?
આ વિરહાવસ્થામાં તો તારા ગુણોનું સ્મરણ એ જ ઉપાય
(૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org