________________
સમાવવાજન્ય જનક અભેદપણે, ભેદ અભેદમાં, અંશ અંશીમાં, સત્તા સત્તાવંતમાં, પરિણામ પરિણામીમાં, ધર્મ ધર્મીમાં, અનિત્યતા નિત્યતામાં, ભવ્ય અભવ્યમાં, વક્તવ્ય અવક્તવ્યમાં, અનેક એકમાં, વ્યક્તિ શક્તિમાં સમાવી પોતાના અસ્તિત્વમાં રાખી, પરનાં પરૂપે પોતાના નાસ્તિપણે જાણી દ્રવ્યના નિક્ષેપા તથા સપ્તભંગ ધર્મ જે જેના તે તેનામાં સમાવી નિજ શક્તિ વ્યક્ત કરી શુદ્ધ સિદ્ધ સ્વરૂપે પોતાને જોજે વળી લક્ષ લક્ષણ, ગ્રાહ્ય ગ્રાહક, વ્યાપ્ય વ્યાપક આદિ એક સમય અને સર્વ સમય સ્વાધિન નિર્ધારી સમાધિમય પોતાને જોજે. એટલે મિથ્યાત્વનો અંશ માત્ર રહેવાનો નથી. એમ સમકીત સડસઠ ગુણ સહિત નિર્મલ થશે. વળી (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વભાવ (૧૧) દુર્લભબોધ (૧૨) ધર્મ. એ બાર ભાવના વિગતે ભાવવી તથા કરુણા, મૈત્રિય, પ્રમોદ અને માધ્યસ્થ એ ચાર ભાવનાનું પણ ભાવવાથી સદાએ કર્મ બંધથી બચીશ. વલી સાધુની પાંચ ભાવનાનું ભાવવાથી ઉતાવળે કર્મ નિર્જરા થશે.
મુનીની પાંચ ભાવનાઓનાં નામ : શ્રુત (૧) તપ (૨) સત્વ (૩) એકતા (૪) સ્વતત્ત્વ (૫) એટલે માર્ગ સુગમ થશે. એટલે આનંદપુરીમાં વેવ પહોંચાડનારી, ઉદાસિનતારૂપ સીધી સડક પામીશ. આગળ કોઈને પણ માર્ગ પૂછવો પડશે નહીં માટે ધૈર્ય છોડવું નહિ .
ઔદાયિકાદિ પાંચ ભાવને જાણી, ક્ષયઉપશમ ભાવે જ્ઞાન અને વીર્યલબ્ધિ તને પ્રગટ છે તે બડે ક્ષાયક ભાવ કરી શુદ્ધ પરિણામીક ભાવે સદા અચલ રહેજે.
તે પાંચ ભાવના ઉત્તર ભેદ ત્રેપન તેની વિગત :
ઔયિક ભાવના એકવીશ ભેદ - ગતિચાર, કષાય ચાર,
Jain Education International
૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org