________________
ફલ કિંપાક થકી એકજ ભવ, પ્રાણ હરણ દુઃખ પાવે; ઈદ્રિય જનિત વિષય રસ તે તો, ચિંહું ગતિમેં ભરમાવે. સંતો. ૪૦ એહવું જાણી વિષય સુખસૈતિક વિમુખ રુપ નિત રહિયે; ત્રિકરણ યોગે શુદ્ધ ભાવ પર ભેદ યથારથ લહિયે. સંતો. ૪૧ પુણ્ય પાપ દોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોલ; જિમ બેડી કંચન લોઢાની, બંધન રૂપી દોઉં. સંતો. ૪૨ નલ બલ જલ જિમ દેખો સંતો, ઉંચા ચઢત આકાશ; પાછા ઢલિ ભૂમિ પડે તિમ, જાણો પુણ્ય પ્રકાશ. સંતો. ૪૩ જિમ સાણસી લોહની રે, ક્ષણ પાણી ક્ષણ આગ; પાપ પુણ્યનો ઈણ વિધ નિશ્ચ, ફલ જાણો મહાભાગ. સંતો. ૪૪ કંપ રોગમેં વર્તમાન દુ:ખ, અંતરમાંહિ આગામી; ઇણ વિધ દોઉ દુઃખના કારણ, ભાખે અંતરજામી. સંતો. ૪૫ કોઉ કુપમેં પડિ મુવે જિમ, કોઉ ગિરિ જંપા ખાય; મરણ બે સરખા જાણિયે પણ, ભેદ દોઉ કહેવાય. સંતો. ૪૬ પુણ્ય પાપ પુદ્ગલ દશા ઈમ, જે જાણે સમ તૂલ; શુભ કિરિયા ફલ નવિ ચાહે એ, જાણ અધ્યાતમ મૂલ. સંતો. ૪૭ શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતા ભાવ; નુતન બંધ હોય નહીં ઈણ વિધ, પ્રથમ અરિ શિર ઘાવ. સંતો. ૪૮ વાર અનંત ચૂકિયા ચેતન, ઈણ અવસર મત ચૂક; માર નીસાના મોહરાયકી, છાતીમેં મત ઉક. સંતો. ૪૯ નદી ઘોલ પાષાણ ન્યાય કર, દુર્લભ અવસર પાયો; ચિંતામણિ તજ કાચ શકલ સમ, પુદ્ગલથી લોભાયો સંતો. ૫૦ પરવશતા દુઃખ પાવત ચેતન, પુદ્ગલથી લોભાય; ભ્રમ આરોપતિ બંધ વિચારત, મરકટ મૂઠી જાય. સંતો. પ૧ પુલ રાગ ભાવથી ચેતન, થિર સ્વરૂપ નવિ હોત; ચિંહુ ગતિમાં ભટકત નિશદિન ઇમ, જિમ ભમરિ બિચ પોત. સં. પર જડ લક્ષણ પરગટ યે પુલ, તાસ મર્મ નવિ જાણે; મદિરાપાન છક્યો જિમ મદ્યપ, સ્વ પર નવિ પીછાણે. સંતો. પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org