________________
જન્મ જરા મરણાદિક, ચેતન, નાનાવિધ દુઃખ પાવે; પુદ્રલસંગ નિવારત તિદિન, અજરઅમર હોય જાવે સંતો. ૧૨ પુદ્ગલ રાગ કી ચેતનકું, હોત કર્મકો બંધ
પુદ્ગલ રાગ વિસારત મનથી, નિરાગી નિરબંધ. સંતો. ૧૩ તન મન કાયા જોગ પુદ્ગલથી, નિપજાવે નિતમેવ; પુદ્ગલ સંગવિના અયોગી, થાય લહી નિજ ભેવ. સંતો. ૧૪ પુદ્ગલ પિંડ થકી નિપજાવે, ભલા ભયંકર રૂપ; પુદ્ગલકા પરિહાર કીયાથી, હોવે આપ અરૂપ. સંતો. ૧૫ પુદ્ગલ રાગી થઇ ધરત નિજ, દેહ ગેહથી નેહ;
પુદ્ગલ રાગ ભાવ દિલથી, છિનમેં હોત વિદેહ. સંતો. ૧૬ પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગમેં રાંક કહાવે; પુદ્ગલ નેહ નિવાર પલકમેં, જગપતિ બિરૂદ ધરાવે. સંતો. ૧૭ પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન, ચારુ ગતિમેં ભટકે;
પુદ્ગલ નેહ તજી શિવ જાતાં, સમય માત્ર નહીં અટકે. સંતો. ૧૮ પુદ્ગલ રસ રાગી જગ ભટકત, કાલ અનંત ગમાયો; કાચિ દોય ઘડીનેં નિજ ગુણ, રાગ તજી પ્રગટાયો. સંતો. ૧૯ પુદ્ગલ રાગે બાર અનંતી, તાત માત સુત થઇયા;
કીસકા બેટા કીસકા બાબા ભેદ સાચ જબ લહીયા. સંતો. ૨૦ પુદ્ગલ સંગ નાટક બહુ નટવત કરતાં પાર ન પાયો; ભવસ્થિતિ પરિપક્વ થઇ તબ, સહેજે મારગ આયો. સંતો. ૨૧ પુદ્ગલ રાગે દેહાદિક નિજ, માન મિથ્યાતિ સોય; દેહ ગેહનો નેહ તજીને, સમ્યક્દષ્ટિ હોય. સંતો. ૨૨ કાલ અનંત નિગોદ ધામમેં, પુદ્ગલ રાગે રહિયો; દુ:ખ અનંત નરકાદિકથી તું, અધિક બહુવિધ સહિયો. સંતો. ૨૩ પાય અકામ નિર્જરાકો બલ, કિંચિત્ ઉંચો આયો; સ્થૂલમાં પુદ્ગલ૨સ વશથી કાલ અસંખ્ય ગમાયો. લહી ક્ષયોપશમ મતિ જ્ઞાનકો, પંચેંદ્રિય જબ લાધી; વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી. સંતો. ૨૫
સંતો. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
૯૧
www.jainelibrary.org