________________
અને વર્ણ આદિ ૪ લક્ષણો તો પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધોમાં પણ હોય છે માટે એ ચાર સ્વાભાવિક લક્ષણ જાણવાં. એમાં પણ લઘુ ગુરૂ તથા મૃદુ અને કર્કશ એ ચાર સ્પર્શ સ્કંધમાં જ હોવાથી પાધિક લક્ષણ છે.
ઈતિ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપમ્ //
શ્રી પુગલ ગીતા આ વિશ્વમાં જડ અને ચેતન એમ બે પદાર્થ છે. ચેતન પદાર્થમાં અનંત જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સ્વ સ્વરૂપાનુસંધાન કરાવનાર ગુણો છે જ્યારે જડ પદાર્થમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ છે. તેના પ્રત્યેની ચેતનની આસક્તિ ભવભ્રમણ કરાવે છે. શિયાળના બચ્ચાં સાથે રહેતું સિંહ શિશુને પોતાના વિકાસમાં અસલ સિંહ સ્વરૂપનો ખ્યાલ આવતાં જ તેનો ત્યાગ કરીને સિંહ સાથે વિચરે છે. તેમ આત્માને પુદ્ગલના પર્યાયરૂપ શિયાળના ટોળામાંથી બહાર નીકળવાની જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થતાં સ્વભાવદશામાં આવે છે. પુદ્ગલ ગીતાનો વિષય - પુગલના સ્વરૂપનો છે.
ચિદાનંદજીએ પુદ્ગલ ગીતા રચી છે તેનો આશ્રય લઈને આચાર્ય દેવગુપ્ત સૂરિએ પ્રશ્નોત્તરમાલા એટલે પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરો દર્શાવતી કાવ્ય રચના કરી છે.
આ ગીતા બે વિભાગમાં છે. પ્રથમ વિભાગમાં ૧૧૪ પ્રશ્નો અને બીજામાં તેના ઉત્તરો છે.
અહીં કાવ્ય રચનાની પંક્તિઓ સાથે પ્રશ્ન નંબરની સંખ્યા દર્શાવી છે. ઉત્તરમાં પણ નંબર દ્વારા તેનો જવાબ મળે છે. આ ગીતામાં ઊંડું રહસ્ય છે પણ અહીં જૈન દર્શનના પારિભાષિક શબ્દ પ્રયોગોથી પુદ્ગલના સ્વરૂપની માહિતી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org