SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પેઠે આ આતપ પોતે પણ અનન્ત પુદ્ગલ સ્કંધોનો સમુદાય પ્રતિસમય સૂર્યના વિમાન સાથે જે પ્રતિબદ્ધ છે તે છે, માટે બન્ને રીતે પુદ્ગલરૂપ છે. વર્ણ ૫ - શ્વેતવર્ણ, પીતવર્ણ, રક્તવર્ણ, નીલવર્ણ અને કૃષ્ણવર્ણ એ પાંચ મૂળ વર્ણ છે, અનેં વાદળી, ગુલાબી, કીરમજી આદિ જે અનેક વર્ણભેદ છે, તે એ પાંચ વર્ણમાંના કોઈપણ એક ભેદની તારતમ્યતાવાળા અથવા અનેક વર્ણના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા. એ વર્ણ પરમાણુ આદિ દરેક પુદ્ગલ માત્રમાં જ હોય છે, માટે વર્ણ એ પુદ્ગલનું લક્ષણ છે. એક પરમાણુમાં ૧ વર્ણ અને દ્વિ પ્રદેશી વિગેરે સ્કંધોમાં ૧ થી ૫ વર્ણ યથાસંભવ હોય છે. ગંધ ૨ - સુરભિગંધ અને દુરભિગંધ પ્રસિદ્ધ છે, અને તે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. વળી એક પરમાણુમાં ૧ ગંધ અને દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં બે ગંધ પણ યથાસંભવ હોય છે. રસ ૫ - તિક્ત (તીખો રસ), કટુ (કડવો), કષાય (તુરો), આમ્લ (ખાટો), અને મધુર (મીઠો) એ પાંચ પ્રકારના મૂળ રસ છે. અહિં ખારો રસ છઠ્ઠો લોકમાં પ્રસિદ્ધ છે, પરન્તુ તે મધુર રસમાં અન્તુગત જાણવો. એ રસ દરેક પુદ્ગલ માત્રમાં જ હોય છે માટે પુદ્ગલનું લક્ષણ છે. વળી ૧ પરમાણુમાં ૧ રસ અને દ્વિ પ્રદેશી આદિ સ્કંધોમાં ૧ થી ૫ રસ યથાયોગ્ય હોય છે. સ્પર્શ ૮ - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરૂ, મૃદુ, અને કર્કશ એ આઠ સ્પર્શ છે, અને તે દરેક પુદ્ગલ દ્રવ્ય માત્રમાં જ હોય છે માટે પુદ્ગલનું લક્ષણ છે. વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ, અથવા શીત રુક્ષ, અથવા ઉષ્ણ સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કોઈ પણ એક પ્રકારથી ૨ સ્પર્શ હોય છે, સૂક્ષ્મપરિણામી સ્કંધોમાં શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ એ ચાર સ્પર્શ હોય છે, અને બાદર સ્કંધોમાં આઠે સ્પર્શ હોય છે. ॥ પુદ્ગલનાં સ્વાભાવિક અને વિભાવિક લક્ષણો ॥ અહિ શબ્દ-અન્ધકાર-ઉદ્યોત-પ્રભા-છાયા-આતપ એ પોતે બાદર પરિણામવાલા હોવાથી તેમજ બાદર પુદ્ગલસમૂહ રૂપ હોવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કંધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી અને સ્કંધ તે પુદ્ગલનો વિકાર-વિભાગ હોવાથી એ શબ્દાદિ લક્ષણો ઔપાધિક (વિભાવિક) લક્ષણો જાણવા, કારણકે એ શબ્દાદિ ૬ લક્ષણો પરમાણુમાં તથા સૂક્ષ્મ સ્કંધોમાં નથી, ८८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy