________________
આતમરમણી મુની જગવંદીતા ઉપદિશ્યું તેને અધ્યાત્મગીતા. ॥ ૩ ॥
જેણે આત્મા શુદ્ધતાએ ઓળખ્યો છે અને લોકા લોકના ભાવ જાણ્યા છે એવા મુનિ આત્મસ્વરૂપને વિશે સદાકાળ રમણ કરે છે તેવા મુનિએ આત્મસ્વરૂપનો ઉપદેશ આપ્યો તે અધ્યાત્મગીતા છે.
આ ગ્રંથમાં આત્માનું સ્વરૂપ, નય, નિક્ષેપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, ષડદ્રવ્ય વગેરે વિશેના વિચારો વ્યક્ત કર્યા છે. પ્રત્યેક શબ્દ જૈન તત્ત્વજ્ઞાનો ઊંડા રહસ્યને પ્રગટ કરે છે. ગ્રંથનું પ્રયોજન દર્શાવતાં કવિ કહે છે કે -
આત્મગુણ ૨મણ કરવા અભ્યાસૌં, शुद्ध સત્તા૨સીને ઉલ્લાસ દેવચંદ્રે રચી આત્મગીતા આત્મરમણી મુની સુપ્રતીતા ॥ ૪ ॥
શુદ્ધ જ્ઞાન માર્ગનું પ્રતિપાદન કરતી ગીતાની રચના ગાગરમાં સાગર ભરવાની ઉક્તિને ચરિતાર્થ કરે છે.
ઢાલ ભંવર ગાથાની
Jain Education International
પ્રણમિય વિશ્વહિત જિનવાણી, માહાનંદ તરુ સીંચવા અમૃત પાણી માહા મોહપુર ભેદવા વજ્રપાણી ગહન ભવનંદ છેદન કૃપાણી ।। ૧ ।। ચાલ સૂરતી મહિનાની
દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તત્ત્વસ્વરૂપ આતમતત્ત્વ વિબોધક, શોધક સચ્ચિદ્રુપ નયનિક્ષેપ પ્રમાણે જાણે વસ્તુ સમસ્ત ત્રિકરણ યોગે પ્રણમું જૈનાગમ સુપ્રશસ્ત । ૨ ।। જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો તિણેલોક અલોકનો ભાવ જાણ્યો.
For Private & Personal Use Only
૭૭
www.jainelibrary.org