________________
૫. પંડિત દેવચંદ્રજી - અધ્યાત્મ ગીતા મહાન અધ્યાત્મયોગી-જ્ઞાની અને જિનપ્રતિમાના પરમોચ્ચ ભક્ત દેવચંદ્રજીનો જન્મ સં. ૧૭૪૬માં થયો હતો. તેઓશ્રીએ બેલાડા ગામમાં સરસ્વતીની સાધના કરી હતી. પડાવશ્યક સૂત્ર, નૈષધાદિપચકાવ્ય, જ્યોતિષ, કોષ, કૌમુદી, મહાભાષ્યાદિ વ્યાકરણો, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થ આવશ્યક બ્રહવૃત્તિ ઉપરાંત હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રકાંડ પંડિત થયા હતા.
પૂ.શ્રી એ પાટણ અને પાલિતાણામાં ચાતુર્માસ અને શેષ કાળમાં સ્થાયી નિવાસ કરીને શાસન પ્રભાવનાનાં કાર્યો કર્યા હતા. એમની ગુજરાતી ભાષાની કૃતિઓ આત્માથી મુમુક્ષઓને માટે માર્ગદર્શક સ્તંભ સમાન છે. જ્ઞાન-ત્યાગ અને વૈરાગ્ય ભાવથી સભર એમની રચનાઓ ભક્તિ રસને પણ ઉત્કટતાથી પ્રગટ કરે છે.
એમની કૃતિઓમાં દ્રવ્ય પ્રકાશ, આગમસાર, નયચક્ર, વિચારસાર, અધ્યાત્મગીતા, ધ્યાન દીપિકા, સ્તોત્રપંચાશિકા, સ્તવનચોવીસી, સ્નાત્રપૂજા, વીર નિર્વાણ સ્તવનની ઢાળો, ઉપરાંત સ્તવનો, સઝાયો અને પદોની રચના કરી છે. એમનું સમગ્ર સાહિત્ય જ્ઞાનમાર્ગની ઉચ્ચ ક્ષિતિજને સર કરે છે. દ્રવ્યાનુયોગનો ભરપુર ખજાનો એટલે દેવચંદ્રજીનું સાહિત્ય, દેવચંદ્રજી એટલે સાચા અર્થમાં મહાત્મા, વિદ્વાન્ આત્મજ્ઞાની દ્રવ્યાનુયોગના તજજ્ઞ, જિનશાસનના અપૂર્વ રાગી, પ્રભુ પ્રતિમાની ભક્તિના રસિક, એવા અનુપમેય જૈન સાધુરત્ન હતા. “અધ્યાત્મ ગીતા' એજ એમના ઉપરોક્ત ગુણોનું વાસ્તવિક દર્શન કરાવે તેવી છે.
અધ્યાત્મ ગીતા આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં ચોપાઈ છંદમાં થઈ છે. ચોપાઈમાં રચાયેલો આ ગ્રંથ સમજવો કઠિન હતો એટલે તેના બાલાવબોધ સાથે ગ્રંથ પ્રગટ થયો છે. ગ્રંથના નામકરણ વિશે કવિના શબ્દોમાં નીચેની નોંધ કરવામાં આવી છે.
જિણે આત્મા શુધ્ધતાએ પિછાણ્યો,
તિણે લોક અલોકનો ભાવ જાણ્યો ૭૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org