SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પદમાં પ્રયોગ થયો છે. અરિહંત વિશે કવિના શબ્દોમાં જોઈએ તો - નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત; ધન્ય તેહ કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ્ નવિ હુવે, નવિ હોવે દુગર્તિવાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. /૧// (પા.પ. ૬૬) બાકીનાં પદનાં માત્ર પ્રથમ પંક્તિનો સિદ્ધ શબ્દ સિવાય બધી જ પંક્તિઓ સમાન છે એટલે નમસ્કાર તે સિધ્ધને, આચારજ નમુક્કારો, નમસ્કાર ઉવજઝાયને, નમસ્કાર અણગારને તે સિવાય બાકીની કડીઓ પાંચ પરમેષ્ઠિ માટે સમાન છે. અંતે કવિ જણાવે છે કે - પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ | સર્વ મંગલ તણું એહ મૂળ, સુજસ વિદ્યા વિવેકાનુકૂળ | ૬ || પૂ.શ્રીની બીજી કાવ્યકૃતિ ૧૮ કડીની છે તેમાં નવકારમંત્રનો મહિમા ગાવામાં આવ્યો છે. નવકાર મંત્ર શિરોમણિ છે. મહાનિશીથ સૂત્રમાં નવકારના મહિમાનો ઉલ્લેખ મળી આવે છે. કવિએ ઉપમાઓની હારમાળા દ્વારા નવકારનો મહિમા દર્શાવતાં જણાવ્યું છે કે - ગિરિમાંહી જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ મૃગમાં મૃગપતિ ખગપતિ ખગમાં તારા ચંદ્ર ગંગા નદીમાં અનંગ સુરૂપ દેવમાં ઈદ્ર / ૯ જિમ સ્વયંભૂરમણ ઉધિમાંહિ શ્રીરમણ જિમ સકલ સુભટમાંહિ જિમ અધિક નાગમાંહિ નાગરાજ શબ્દમાં જલદ ગંભીરેગાજે / ૧૦ | કવિની વિવિધ ઉપમાઓ દ્વારા અનન્ય કલ્પના શક્તિનો પરિચય થાય છે. અંતે કવિએ પોતાનો નામોલ્લેખ કરીને “ગીતા' શબ્દ પ્રયોગ કર્યો છે તે પંકિતઓ નીચે મુજબ છે. યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠિ ગીતા / ૧૮ છે. (પા. પ૬૬ થી પ૬૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy