________________
પૂર્ણાષ્ટક
जागर्ति ज्ञानदष्टिश्चेत तृष्णाकृष्णाहिजाङगुली ।
पूर्णानन्दस्य तत्किं स्याद् दैन्यवृश्चिकवेदना ॥ ४ ॥ ભાષાંતર : તૃષ્ણારૂપી કાળા સર્પના ઝેરને ઉતારવા, જાંગુલી મંત્ર સમાન જ્ઞાનદષ્ટિ જેની જાગૃત થઈ છે એવા પૂર્ણાનંદી આત્માને દીનતારૂપી વીંછીની વેદના થાય જ કેમ ? પાન. ૪ સ્થિરતાષ્ટક :
ज्ञानदुग्धं विनश्येत लोभ विक्षोभ कूर्चकैः ।
अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥ २ ॥ ભાષાંતર : નિર્મળ જ્ઞાનરૂપી દૂધમાં અસ્થિરતારૂપી ખટાશનું મિશ્રણ કરી, લોભી તૃષ્ણા અને ચંચળતારૂપી નિસાર કૂચા જ મેળવવા જેવું (સમ્યગૂ જ્ઞાન નાશ પામે તેવું) તેવું તું શા માટે કરે છે ? હે ચેતન! તારા શુધ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થા.
૩. પંચ પરમેષ્ઠિ ગીતા જૈન ધર્મના સંસ્કૃત સાહિત્યના વિકાસમાં અનન્ય પ્રદાન કરનાર યશોવિજયજી ઉપા. પ્રથમ કક્ષાના કવિ ગણાય છે. અધ્યાત્મ વિદ્યા-યોગ અને તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયો પર સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યો રચીને સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પૂ.શ્રી ની પંચપરમેષ્ઠિ ગીતા નામની ગુજરાતી કાવ્ય રચના ગીતા કાવ્યના વિષયોમાં નવો પ્રકાશ પાડે
ચૌદપૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્ર છે. આ મંત્રનો મહિમા દર્શાવતી કેટલીક છંદ રચનાઓ પ્રચલિત છે. તદુપરાંત ગદ્યમાં કેટલીક કથાઓ પણ જન સાધારણમાં પ્રચાર પામી છે. પૂ.શ્રી એ નમસ્કાર મંત્રના પંચપરમેષ્ઠિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશેના વિચારો આ ગીતા કાવ્યમાં વ્યક્ત કર્યા છે. અહીં ગીતાનો અર્થ ઉપરોક્ત પાંચ પદનો મહિમા ગાવાના સંદર્ભમાં થયો છે એટલે ગીતા નામ સાર્થક થયું છે. કવિએ દુહા અને છંદમાં પંચ પરમેષ્ઠિનો મહિમાં ગાયો છે. પ્રથમ પાંચ કડી અનુક્રમે અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિશેની છે.
પ્રત્યેક કડીના પ્રથમ પદમાં નમસ્કાર અરિહંતને એજ રીતે બાકીના
६८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org