________________
માહિતી છે તેમાં પંચપરમેષ્ઠિ સ્વરૂપ સ્થાપવામાં આવ્યું છે. “ૐ”માં અધોલોક, ઉર્ધ્વલોક તથા મૃત્યુલોકનો સમાવેશ થાય છે. ”માં ભક્તિ રહેલી છે. તેમાં પાંચ મહાવ્રત પણ સમાયેલાં છે. તદુપરાંત “ૐ”માં બીજી રીતે વિચારીએ તો “અ” વિષ્ણુ “ઉ” બ્રહ્મા અને “મ” માં શીવનો સમાવેશ થાય છે. માટે ૐકારનું ધ્યાન ધરવું જોઈએ. બિન્દુ સહિત ૐકારમાં મુકતાવસ્થા સિદ્ધાવસ્થા રહેલી છે એટલે “ૐ” સાક્ષાત્ પરમેશ્વર સ્વરૂપ છે.
અધ્યાય - ૨૬
ૐકારમાં પરમાત્મા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે નાથ ! ૐકાર ત્રિલોકમાં વ્યાપ્ત છે તે કેવી રીતે નિશ્ચિત થાય છે. ? તેને પરમાત્મા શા માટે કહેવાય છે. ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સંસારમાં ૐકારના નામ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ જ્ઞાન અક્ષર વિના અસંભવ છે. કંકાર-વગર અક્ષરની કોઈ સ્થિતિ નથી. વાચ્ય અને વાચકમાં એક્તા છે. ૐકારનો સંપૂર્ણ વર્ણમાળામાં સમાવેશ થયો છે. “ૐકાર બધા વર્ષોમાં મુખ્ય તથા નાભિમાંથી ઉત્પન્ન થાય છે. પવન એ તેનું ઉદ્ભવ સ્થાન છે. પ્રથમ જિનેશ્વર ઋષભદેવ નાભિરાજા અને મરૂદેવી માતાથી ઉત્પન્ન થયા છે. જેવી રીતે “ૐકારના સંવૃત્ત-વિવૃત્ત ૨૪ રૂપો છે તેવી રીતે તીર્થકરો પણ ચોવીશ છે. આ “અ” કાર પરમાત્મા છે. વિશ્વભર છે. અવ્યય છે. ૐ કાર તેનું સૂત્ર છે. માટે ન્યાસપૂર્વક જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના શબ્દમાત્રથી ત્રિભુવનમાં બ્રહ્મ તેજ પ્રસરે છે.
અધ્યાય - ૨૭
પરમાત્મા સ્વરૂપ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે શીવપદ મેળવવાની ઇચ્છા રાખનાર વ્યક્તિએ ક્યા પ્રકારનો ધર્મ આચરવો જોઈએ ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સર્વ પ્રથમ દર્શનાવરણીય કર્મનો નાશ કરવો જોઈએ. તેનો નાશ કરવા માટે પરમાત્મા સ્વરૂપનું દર્શન કરવું
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org