________________
જોઈએ તથા ગુરુ પર અવિચળ શ્રધ્ધા રાખવી જોઈએ. ક્યા ભગવાન પૂજવાલાયક છે તેની વ્યાખ્યા આપતાં ભગવાને જણાવ્યું કે પરમાત્મા સ્વયંભૂ લોકાલોકમાં સર્વશપણે મહાવ્રતવાળા છે. નિસંગ હોવાને કારણે તે ગૌરીપતિ નથી કે પરશુરામ નથી. જે ભોગોથી રહિત છે સમદષ્ટિ છે યોગી છે શુદ્ધ સિદ્ધ પ્રબુદ્ધ છે અને શાંત સુધારસમાં કેવલી પરમાત્મા છે. આવા પરમાત્મા મંગળ સ્વરૂપ છે તે જિન અથવા શીવ છે. ભગવાને શ્વેતાંબર અને દિગંબર સાધુઓને અરિહંત ધર્મના પથિક કહ્યા છે. આવા ગુરુના ઉપદેશ શ્રવણથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
અધ્યાય - ૨૮ સદ્ગુરુની શ્રધ્ધાથી સધર્મની પ્રાપ્તિ શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે પરમાત્માના ધર્મ શાસ્ત્રોનો અનુયોગ અને આચારમાં ભેદ જોવા મળે છે તો તેનું સાચું સ્વરૂપ શું છે ? દરેક વ્યક્તિ પોત-પોતાના દેવ-ગુરૂને શ્રેષ્ઠ માને છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અજ્ઞાની પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તાત્વિક વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. બુદ્ધિની નિર્મળતા માટે દયા-શીલ, તપ અને શાસ્ત્રોથી તત્ત્વ વસ્તુની પરીક્ષા કરવી જોઈએ જ્ઞાન દર્શન અને ચારિત્રથી જે પરમાત્મામાં તન્મય છે એવા મહાન ગુરુપાસેથી તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. એમના ઉપદેશથી પુરૂષ વિરતિમાં આવે છે. ધર્મરૂચિ વગર સાંભળેલા ગુરુનાં સર્વાક્યો રોહીણેય ચોરની માફક હિતકારી બને છે. શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુ અને સૂત્રોની આલોચના કરવી થી તત્ત્વ પ્રાપ્ત થાય છે. તે જ સાચો ધર્મ છે. તેનું સ્વરૂપ વર્ણમાળામાં સમાયેલું છે. અહીં વર્ણમાતૃકા બ્રાહ્મી છે, સરસ્વતી છે અને મંગલકારી છે.
અધ્યાય - ૨૯
બે રેખાઓનું પ્રયોજન શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે માતૃકામાં પરમેષ્ઠિ ભગવાન પ્રતિષ્ઠિત છે તો પછી તેની પૂર્વે બે રેખાઓ લખવાનું શું પ્રયોજન છે? - શ્રી ભગવાને કહ્યું કે જે વસ્તુ અવ્યક્ત હોય છે તે પાછળથી વ્યક્ત
૪૮]
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org