________________
અધ્યાય - ૨૪
ગુરુ પરમાત્મા સ્વરૂપ છે.. શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે પરમાત્મા સિદ્ધ, શીવ અરિહંત છે તો લોકાલોકમાં પરમ ઐશ્વર્ય શું છે ?
શ્રી વીતરાગ ભગવાને જવાબ આપ્યો કે સૂર્યનાં કિરણોને સૂર્ય કહેવામાં આવે છે અગર અને ચંદનને અગ્નિમાં નાખતાં અગ્નિવધે છે. ઘરના એકજ ભાગમાં ચિત્ર હોય તો આખું ઘર ચિત્રમય કહેવાય છે. ગામની કોઈ એક સીમા હોય તો તે ગામ કહેવાય છે આવા ઉપનયથી અરિહંત પરમાત્માને જ્ઞાની ગુરુ કહેવામાં આવે છે. એમનો વિનય એ ધર્મનું મૂળ છે. ગુરુની કૃપા દૃષ્ટિ આત્મામાં શુભ ભાવોનું સિંચન કરે છે. ગુરુ સંસારમાં નેત્ર છે. દીપક છે તથા સૂર્ય ચંદ્ર સમાન છે. શુદ્ધ છે પરમાત્માના જાપથી એકતા સ્વરૂપ પ્રગટે છે માટે સંસારમાં ધ્યાન અને જપ જેવા સાધનોથી પરમઐશ્વર્યનું અનુસંધાન થાય છે. આવો સાધક પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે.
અધ્યાય - ૨૫ પરમેષ્ઠિ સ્વરૂપ દ્વારા ૐકારની ભક્તિ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ કયું કર્તવ્ય કરવું જોઈએ ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે ગુરુ સેવા એ પ્રથમ કર્તવ્ય છે. કારણ કે એમના વચનોમાં આત્માની જાગૃતિની શક્તિ છે. શાસ્ત્રના વ્યવહાર માટે સૌ પ્રથમ નામની આવશ્યકતા છે. તેવી રીતે આત્માર્થી જનોએ દેવ ગુરૂ અને ધર્મના નામનું શ્રવણ કરવું જોઈએ. પૂર્વ કાળમાં જ્ઞાની પુરૂષોએ ધર્માચરણમાં પહેલો નામ નિક્ષેપ દર્શાવ્યો છે. નામ અથવા સ્થાપના દ્વારા વ્યક્તિના હૃદયમાં એક્તાનું ચિંતન થાય છે અને પ્રભુ સાથે તાદાભ્ય સાધે છે. નામનું સ્મરણ કરવા માટે સંક્ષિપ્તમાં ૐકારનું ધ્યાન ધરવું જોઈએ. “અહં નમઃ' એ અનેક સિધ્ધો “આમાં આચાર્ય “ૐ”માં ઉપાધ્યાય તથા “મમાં મુનિરૂપે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ રહેલું છે. ૐકારની આ મિતાક્ષરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org