________________
અધ્યાય ૨૦
મંત્ર યોગથી પરમેષ્ઠિ પદની ઉપાસના
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે પરમાત્મા કેવા છે કે જેમની ભક્તિથી આત્માને શીવપદ પ્રાપ્ત થાય છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે સંસારમાં સર્વગુણ સંપન્ન પુરૂષ મહાન ગણાય છે. પુરૂષોમાં પણ જે કષાયોનો જીતવા વાળો છે તેને દેવો પણ પૂજનીય પ્રશંસનીય ગણે છે. આવા પુરૂષો પરમેશ્વર શુદ્ધ સનાતન છે. જેવી રીતે દૂધમાં સારરૂપ ઘી છે, પુષ્પમાં પરિમલ છે તેવી રીતે સંસારમાં ચૈતન્ય છે. તેમાં પણ સર્વોત્તમ કેવળજ્ઞાન છે. સર્વ ઉપાધિઓથી રહિત સિદ્ધ સ્વરૂપી સંસારમાં કેવળીપદથી પ્રતિષ્ઠિત થાય છે તે અરિહંત છે. ૧૨ વિભાગમાં ૐ નમઃ સિધ્ધ સ્વરૂપ દર્શાવ્યું છે. અધ્યાય
૨૧
આત્માનું પરમ ઐશ્વર્ય
ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે મોક્ષસંપત્તિ દાયક અરિહંત, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ, શીવ, બુદ્ધ અથવા બીજા કોઈ ભગવાન છે ? શ્રી ભગવાને જવાબ આપ્યો કે લોકાલોકમાં બ્રહ્મનો જ્ઞાતા તે પરમેશ્વર છે. તે સર્વવ્યાપી અને આત્મવશ છે. આત્મા સંસારમાં વ્યાપ્ત હોવાથી વિષ્ણુ કર્માનુસાર જગતને બનાવવાવાળો હોવાથી બ્રહ્મા છે જગતમાં પ્રકાશ કરનાર હોવાથી સૂર્ય છે. શીવ અથવા સિદ્ધ એ ચિદાનંદમય જ્યોતિ સ્વરૂપ આત્માનું જ્ઞાન છે. આત્મા મોહમય આદિ આઠ કર્મોનો નાશ કરે છે ત્યારે તેમાં પરમ ઐશ્વર્ય પ્રગટ થાય છે. સિદ્ધ પરમાત્મમાં સંપૂર્ણ ઐશ્વર્ય છે. આવા પરમાત્માનું જ્ઞાન, ધ્યાન અને જપ કરવો જોઈએ. આત્મામાં જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી પરમ ઐશ્વર્ય પ્રગટ થવાનો સંભવ નથી અતિશયયુક્ત શુદ્ધ આત્મા જ પરમેશ્વર છે માટે જીવનની ઊર્ધ્વગતિ ઇચ્છનાર માનવીએ એમનું ધ્યાન ધરવું જોઈએ.
અધ્યાય - ૨૨
૪૪
-
એક્તા અને અનેક્તા
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે આત્મામાં એક્તા સિદ્ધ થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org