________________
છે. શાંત સુધારસથી આત્મા વૈરાગી, વિવેકી અને જ્ઞાનવંત બને છે, પરિણામે આવો આત્મા જગતમાં પૂજ્ય બને છે.
અધ્યાય - ૬ જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રધાન ધર્મ છઠ્ઠા અધ્યાયમાં ગૌતમસ્વામીએ પૂછયું કે બધાં ધર્મ શાસ્ત્રોમાં ધર્મનું ઐશ્વર્ય પ્રધાન એવું કેમ માનવામાં આવે છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો કે અન્ય શાસ્ત્રોને આધારે આચરણ કરવામાં આવે તો પણ ફળ ભાગ્યાધીન છે. જયારે ધર્મનું ઉત્તમ ફળતો ભોગાધીન છે. સંસારમાં જે વિવિધતા જોવા મળે છે તે જીવ માત્રના અશુભ કર્મનું જ ફળ છે. સંસારમાં અધર્મ વ્યાપી ગયો છે, માટે તેમાં ધર્મની મુખ્યતા છે જેવી રીતે શરીરમાં પુગલની સ્થિતિ છે. તેમ છતાં ચૈતન્યની શક્તિવાળા જીવનની પ્રધાનતા છે. સંસારમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળ છે, તેવી રીતે ધર્મમાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર મુખ્ય છે. ધર્મનું મૂળ જ્ઞાન છે, દર્શન તેનો વિસ્તાર છે. તેનું સમુચિત આચરણ ચારિત્ર છે. આ ત્રણેયમાં ઉપયોગ કેન્દ્રસ્થાને છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રથી ધર્મની સાધના પૂર્ણ થાય છે.
અધ્યાય - ૭
સધર્મનું સ્વરૂપ શરીરના આંતરિક મેલને દૂર કરવા માટે તપનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તપોમય આચરણની અનિવાર્ય આવશ્યકતા છે. સાતમા અધ્યાયમાં શાસ્ત્રનુસાર જ્ઞાનમય ધર્મમાર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેવી રીતે જયોતિષ ચક્ર આકાશમાં છે તેવી રીતે જ્ઞાન ચક્ર હૃદયમાં નિવાસ કરે છે. જેવી રીતે બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ થવાથી જયોતિષ ચક્રનો પ્રકાશ થાય છે તેવી રીતે જ્ઞાન ધર્મમય સૂર્યનો પ્રકાશ થવાથી વિવેકમાર્ગ દેખાય
ધર્મરૂપી ગાયનું જ્ઞાન દૂધ છે, શ્રધ્ધા દહીં છે અને ચારિત્ર ઘી છે. આ ત્રણેય આત્માને અનંત શક્તિ આપે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરુ ભગવંતોની
( ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org