SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા અધ્યાયમાં ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી ભગવાને જણાવ્યું કે તત્ત્વવિદ્યા, પૂજા, અધ્યયન, દાન વગેરેથી સાધનોનો વિકાસ થાય છે કારણકે આ બધા ધર્મના સાધનો છે. ગુરુ જંગમ તીર્થ છે. એમની સેવા એ સ્થાવર તીર્થની ઉપાસના ગણાય છે. શાસ્ત્રનું અધ્યયન કરવાથી સ્વાધ્યાય થાય છે. તેનાથી ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વિષય કેવળજ્ઞાન સ્વરૂપ છે. મોક્ષ સાધનામાં દાન-શીલ-તપ અને ભાવનાનું ઘણું મહત્ત્વ છે. દાનથી દાનાવરણીય કર્મનો નાશ થાય છે અને તેનાથી સંસારમાં વૈભવ મળે અને પરલોકમાં અનંતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શીલથી આ સંસારમાં રૂપ અને શક્તિ મળે છે. તપથી પરલોકમાં અનંતશક્તિ મળે છે. શરીર નિરોગી બને છે. નિરોગી શરીરનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. ભાવ તો સંસારમાં સર્વોચ્ચ છે. તે સંસારમાં વિવેકદૃષ્ટિથી પ્રતિષ્ઠા પામે છે. તેનાથી આશ્રવસંવર બને છે અને સંવર-આશ્રવ બને છે. અધ્યાય - ૫ શાંત સુધારસથી ધર્મ પ્રાપ્તિ - પાંચમા અધ્યાયમાં ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો કે ધર્મ-અધર્મની ઓળખાણ કેવી રીતે થાય ? શ્રી ભગવાને પ્રત્યુતર આપતાં જણાવ્યું કે જેવી રીતે સૂર્ય-ચંદ્ર ગ્રહણથી જયોતિષ શાસ્ત્ર પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે તેવી રીતે તત્ત્વ જ્ઞાનથી ધર્મનું સ્પષ્ટ દર્શન થાય છે. દેવપૂજા, તીર્થયાત્રા, સાધુ દર્શન આદિ એ નિશ્ચયરૂપથી સતૂધર્મ છે (સધર્મની ઓળખાણ થાય છે.) હિંસા કરનાર, મિથ્યાત્વી, ચોરી કરનાર, શીલભંગ કરનાર અને લોભી માણસોનું વર્તન અધર્મ છે. દાતા, દયાળુ, સત્યવક્તા, ભગવાનની ભક્તિમાં એકાગ્રતા હોય તેવા માણસોની સંસારમાં પ્રતિષ્ઠા થાય છે. વૈદ્ય નાડી પરીક્ષાથી વાત-પિત્ત અને કફને આધારે રોગનું નિદાન કરે છે, તેવી રીતે મનની ગતિ અને તદ્અનુસાર વર્તનથી ધર્મ-અધર્મની સ્થિતિ જાણી શકાય છે. દયા, દાન, યમ, નિયમાદિ વગેરે સંસારમાં બધાં વ્રતો શ્રેષ્ઠ છે. સંસારના વીર-શૃંગાર અને કરૂણરસ મોહકારક છે. તેનાથી આત્મા માર્ગ ભ્રષ્ટ થાય ૩૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy