________________
આ ગીતામાં ૩૬ અધ્યયન છે. પ્રત્યેકમાં ૨૧ શ્લોકો છે એટલે કુલ ૭૫૬ શ્લોકોમાં વિષય વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આરંભમાં સરસ્વતી અને શ્રુતજ્ઞાનની સ્તુતિ મહિમાયુક્ત ૧૬ શ્લોકો છે એટલે આ ગીતાકાવ્યમાં ૭૭૨ શ્લોકો છે.
અર્હદ્ગીતામાં ઊંચી કવિ પ્રતિભા અને ગહન તત્ત્વજ્ઞાનના વારસાનું આચમન કરાવવાની અદ્ભુતતાનો પરિચય થાય છે. દાર્શનિક વિચારોને વ્યક્ત કરવાની અનોખી શૈલી એમની કલ્પના શક્તિનો પરિપાક છે.
આ ગીતાનું નોંધપાત્ર લક્ષણ એ છે કે કવિએ જ્ઞાનમાર્ગની વિચારધારાનો આશ્રય લઈને આત્મસાધનાથી મોક્ષ પ્રાપ્તિ વિશે વિચારો દર્શાવ્યા છે. તેમ છતાં ક્રિયાનો પણ આદર કર્યો છે.
કવિની અલંકાર યોજના નોંધપાત્ર છે. શ્લોક દ્વારા અર્થઘટન કરીને જૈન દર્શનની વિશિષ્ટતાની સાથે કાવ્યકલાનો કસબ ખીલી ઊઠયો છે. ‘જિન’ અને ‘શિવ'ના સમાન અર્થોની વ્યાખ્યા કરતાં કવિ જણાવે છે કે -
एवं जिनः शिवो नान्यो, नाम्नि तुल्येडत्र मात्रया । स्थानादि योगाज्जशयो र्न वयोश्चैक्य भावनात् ॥ १५ ॥ (અધ્યાય - ૨૭) જિનના ‘જ' અને ‘ઈ' તથા શિવનો ‘શ' અને ‘ઈ’ બંનેનું તાલવ્ય સ્થાન છે તથા જિનનો ‘ન’ અને શિવનો ‘વ’ બન્નેનું દત્તસ્થાન છે. એમ જિન તથા શિવ શબ્દમાં અર્થનું સરખાપણું બતાવ્યું છે. કવિની આ તુલના એક નવી શૈલીનો પરિચય કરાવે છે. વર્ણમાળાના અક્ષરોના પ્રકારની દૃષ્ટિએ વિચારણા કરીને અર્થઘટન કરવાની આ શૈલી વિશિષ્ટ પ્રકારની છે.
૧. શ્રી અર્હદ્ ગીતા
માતૃકા
ઉપા. મેઘવિજયજીની અધ્યાત્મવિષયક ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. પ્રસાદ, બ્રહ્મબોધ અને અર્હદ્ ગીતા. અર્હદ્ ગીતા બ્રાહ્મણીય પરંપરા અનુસાર બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતી - જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતી રચના છે. મહાભારતમાં ૧૮ અધ્યાય છે. અર્હદ્ ગીતામાં ૩૬ અધ્યાય છે. ઉપા. મેઘવિજયજીએ આ ગીતાનાં ત્રણ નામ આપ્યાં છે.
.
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org