SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સગાઈ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી (રાજુલ) સાથે થઈ છે. લગ્ન લેવાયાં છે અને નેમિકુમારની જાન આવી પહોંચે છે ત્યાંથી કથાપ્રસંગનું નિરૂપણ કવિ શરૂ કરે છે. જાન લઈ જવ આવિધ, યાદવ તોરણબારિ; ગોષિ ચડી તવ નિરષઈ, હરખઈ રાજુલ નારિ. - હાથી પર બેસી તોરણે આવી રહેલા વરરાજાને – પોતાના ભાવિ ભરથારને હર્ષઘેલી, લગ્નોત્સુક રાજુલ ગોખે ચડી નિહાળે છે અને મનમાં પ્રસન્નતા અનુભવે છે. શિવદની, મૃગનયણી અને અપ્સરાના અવતાર જેવી રાજુલનું મનોરમ શબ્દચિત્ર ઉપસાવતાં કવિ એના દેહલાવણ્યનું અને વસ્ત્રાલંકારનું વર્ણન કરે છે. કવિ લખે છે : રતનજડિત કંચુક્કસ, સંચિત કુચ દોઈ સાર; એકાઉલિ, મુગતાઉલિ, ટંકાઉલ ગલિ હાર. રાજુલ અને નેમિકુમારની પ્રીતિ નવ ભવથી ચાલી આવે છે. નવ ભવ સુધી પોતાનો પ્રેમ નિભાવવા માટે રાજુલ નેમિનાથ માટે પોતાની લાગણી વ્યક્ત કરતાં મનોમન બોલે છે, ‘ભલું રે કર્યઉં તમ્હે આવતાં, પાલતાં પૂરવ પ્રીતિ.' નેમિનાથ વગર વિરહપીડા અનુભવતી રાજુલને રાત્રે ઊંઘ આવતી નથી અને ખાવાનું ભાવતું નથી. રાત દિવસ એનું મન નેમિનાથનું રટણ કરતું હતું. નેમિનાથને મનોમન ઉદ્બોધન કરતાં તે પોતાની દશા વર્ણવે છે : ૨૩૬ વિરહ તાહાર ઘણું દાધિ, માછલી જલથી જિમ અલાધી; જગજીવન હવિ ચિત્ત ઠારો, વહિલા મંદિરમાં પધારો. નેમિનાથ પરણવા આવ્યા છે અને રાજિમતી હર્ષધેલી બની ગઈ છે. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ છે. રાજુલની જમણી આંખ ફરકે છે. આપણા નિમિત્તશાસ્ત્ર અનુસાર શુભ શુકન અને અપશુકનનાં જે કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે તે પ્રમાણે સ્ત્રીની જમણી આંખ ફરકે તો તે અમંગળની આગાહીરૂપ મનાય છે. પોતાની જમણી આંખ જોરથી ફરકતાં રાજિમતીને ધ્રાસકો પડે છે કે પોતાનો આજે લગ્નસંબંધ થવાનો છે તેમાં કંઈ વિઘ્ન તો નહિ આવે ને ? યાદવ નેમિકુમાર લગ્ન કરવાની ના પાડીને દુઃખ તો નહિ આપે ને ? તે બોલે છે : ફિરકઈ રે દાહિણ લોચન, મુઝ મિન આરતિ થાય; રખે રે યાદવ પાછો વલી, દુઃખ દેઈનિ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy