________________
શ્રી રામચંદ્રજીના જીવન પ્રસંગોથી આબાલગોપાલ સુપરિચિત હોવાથી અહીં તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ કવિની શૈલીના સંદર્ભમાં કેટલીક માહિતી આપવામાં આવી છે.
જૈન ગીતાનો પ્રારંભ નીચેના શ્લોકથી થયો છે. રામ કથા અથવા જૈન ગીતાના પ્રારંભમાં નીચેનો શ્લોક છે.
जहिं रामाइति कोडी, इगनवई नारयाइ भुणि लक्खो
जायाइ सिध्धिराया, जयउ तयं पुंडरी तित्थं ॥ २०॥ જયાં શ્રી રામની સાથે ત્રણ કરોડ અને નારદની સાથે એકાણું લાખ મુનિઓ સિદ્ધિના રાજા થયા તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તો.
तं रुवं जत्थगुणा तं मित्तं जोन विहाडेइ
सो अत्थो जो हत्थे तं विन्नाणं जहिं धम्मो (पा. २३७) રૂપ તે છે કે જ્યાં ગુણ હોય, મિત્ર તે છે કે જે ત્યાગ ન કરે, પૈસો તે છે કે જે હાથમાં હોય, વિજ્ઞાન તે છે કે જેમાં ધર્મ હોય.
न्य ग्रोधे दुर्लभं पुष्पं, दुर्लभं स्वातिजं पयः
दुर्लभं मानुषं जन्म, दुर्लभं जिन दर्शनम् पा. २३२ વડના ઝાડનાં પુષ્પ દુર્લભ છે. સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલું પાણી દુર્લભ છે. મનુષ્ય જન્મ દુર્લભ છે અને જિનેશ્વરનું દર્શન દુર્લભ છે.
आत्मानदी संयमतोयपूर्णा सत्यावहाशील तत्रदयोर्मि : तत्राऽभिषेकं कुरु पाण्डु पुत्र ! न वारिणा शुध्धयति चान्तरात्मा ॥ पा.२४१
આત્મારૂપી નદી સંયમરૂપી પાણીથી ભરેલી, સત્યને વહન કરતી શીલરૂપ કિનારાવાળી ને દયારૂપી તરંગવાળી છે. તે પાંડુપુત્ર ત્યાં તું સ્નાન કર, અંતરઆત્મા પાણી વડે શુદ્ધ થતો નથી.
पंचनमुक्कारे समायाते वच्चंति जस्स दसपाणा सो जई जाई न मुक्खं अवस्स वेमाणिओ होई ॥ ११ ॥ भाव नमुक्कार विवज्जियाई जीवेण अकरणकरणाई ।
महिआणिय मुक्काणिय अणंतसो दव्व लिंगाणि ॥ १२ ॥ (पा. २४५) પંચ નમસ્કાર પામ્યા પછી જેના દશ પ્રાણી જાય છે. તેને જો મોક્ષ ન મળે તો અવશ્ય તે વૈમાનિક થાય.
| |૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org