________________
પાલન થઈ રહ્યું છે એ જ જૈન ધર્મનો જય જયકાર કરાવે છે. દયા ધર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ પાલન જૈન સિવાય અન્ય દર્શનોમાં ભાગ્યેજ જોવા મળે છે.
આ.શ્રીની આ ગ્રંથ રચના જૈન સ્વાાદ વિચારધારાનો વિશદ પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે. આ ગ્રંથ પંડિતોને માટે ખૂબ જ ઉપયોગી સાધન છે જયારે બાળ જીવોને (ધર્મની બાબતમાં) માટે ગુરુગમ - ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને સમજવા માટે શક્તિમાન બની શકશે.
ઇશાવાસ્યોપનિષદ્ના પૂ. શ્રીના અર્થઘટન ને આત્મસાત્ કરવા માટે ભૂમિકારૂપે ઉપરોક્ત માહિતી એમના મૂળ ગ્રંથને આધારે તૈયાર કરવામાં આવી છે.
આ ઉપનિષદ્ના ત્રણ શ્લોકોનું પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિએ જે અર્થઘટન કર્યું છે તે તેમના શબ્દોમાંજ અત્રે ઉદાહરણરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. અન્ય શ્લોકો પણ એમની સમન્વય વાદી નયશૈલીના નમૂનારૂપ છે. વિશેષમાં જિજ્ઞાસુઓને પૂ.શ્રીનો મૂળ ગ્રંથ વાંચવા ભલામણ છે. વિસ્તારના ભયને કારણે અન્ય શ્લોકો વિશે અત્રે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ત્રણ શ્લોકોને આધારે જૈન દર્શન અને ઉપનિષદ્ના વિચારોને સામ્ય ભેદ જાણવા મળે છે.
ઈશાવાસ્યોપનિષદ્ની રચના :
સંવત ૧૯૭૮નું ચાતુર્માસ મહેસાણામાં કર્યું હતું. ચોમાસું પૂર્ણ થયા પછી ઈશાવાસ્યોપનિષદ્ના અર્થ લખવાનો પ્રારંભ માગશર શુદ એકમથી કર્યો હતો. ત્યાર પછી ઉત્તર ગુજરાતના અન્ય સ્થળોમાં વિહાર કરીને સાણંદમાં પદ્મપ્રભુસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગ ઉજવાયો હતો. સં. ૧૯૭૯ પોષવદ અમાસને દિવસે આ ઉપનિષદ્દ્નો ભાવાર્થ લખવાનું કાર્ય પૂર્ણ થયું હતું. સં. ૧૯૮૦ના માગશર માસમાં ઈશાવાસ્યોપનિષદ્ જન હિતાર્થે પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યો.
ઈશાવાસ્યોપનિષદ્ની ભૂમિકા અને પરિચય. જિનવાણી
રૂડી ને રઢીયાળી રે વીર તારી દેશના રે, એ તો ભલી જોજનમાં સંભળાય,
૨૧૬
સમકિત બીજ આરોપણ થાય. રૂડી, II ૧ II
ષટ્કહિનાની ભૂખ તરસ શમે રે, સાકર દ્રાખ તે હારી જાય; કુમતિ જનના મદ મોડાય. રૂડી. ।। ૨ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org