SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક ઉદાહરણો દ્વારા એમના વિચારોની સાથે શૈલીનો ખ્યાલ આવે છે. માર્ચ | સંખ્યઃ | પ્રામાણિક / વિદ્વાચઃ | મીર: | ન્યાયપ્રિયઃ | આ સૂત્રમાં માનવીય ગુણોનો સંદર્ભ છે. આવા ગુણો મુક્તિમાર્ગના યાત્રીએ કેળવવા અનિવાર્ય છે. શિષ્યમાં દુર્ગુણો ન હોય તે ઈચ્છવા યોગ્ય છે. તેની માહિતી આપતું સૂત્ર દ્રોટ निंदा हेलना द्रेत कलेश रहितः । આ ઉપનિષદમાં પ્રથમ ૬૦ સંસ્કાર સૂત્રાત્મક શૈલીમાં છે. ત્યાર પછી શિષ્યના દુર્ગણો, ગુણો, ત્યાગ કરવા લાયક શિષ્યનાં લક્ષણો દર્શાવ્યાં છે. કવિએ દરેક સંસ્કારમાં જે વિગતો આપી છે તેનું ભાષાંતર અને વિવેચન કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે શિષ્યોપનિષદ્ સંસ્કૃતમાં હોવા છતાં સહજ રીતે ગ્રહણ થઈ શકે તેમ છે. શિષ્યના ગુણોનું સૂત્ર નીચે પ્રમાણે છે. विनय प्रेम श्रध्धा वैयावृत्यः विवेक सदचार धारकः । प्रतिज्ञा पालकः । प्रियवचनः । कर्मस्वरुप चिन्तकः । यथोचित द्रव्यक्षेत्र काल भाव विद् । गुवाह धर्ममतिः । गुरु हृदयज्ञान धारकः । रत्नत्रयी साधकः । सर्व नय सापेक्ष ज्ञानवान् । सिध्धांत स्वाध्यायादिरतः । अध्यात्म ज्ञानानुभवी । प्रभुमय जीवन जीवकः પ્રવૃત્યનુકૂd: | ગુર્વાત્મા તન્મય ભાવેન માવ: I શિષ્યનો ત્યાગ કરવો જોઈએ તે વિશેના સૂત્રનું ઉદા. નીચે પ્રમાણે છે. दंभवर्तन शीलः । मूढतादि दोषप्रचुरः । त्याज्या गुरु द्रोही । अनुचित विरुध्धाचार सेवकः । मातृपितृ गुरुजनोपकार लोपकः । भ्रमित बुध्धिः । गुर्वाज्ञा નિષેધ : ! મંગલકારી શિષ્ય કેવો હોય તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે देवगरु धर्म साधकाः शिष्याः मंगलमयाः सन्ति ।। શિષ્યોપનિષદ્ગા વિચારોની અભિવ્યક્તિમાં કવિની સૂત્રાત્મક શૈલીની વિશિષ્ટતા નિહાળી શકાય છે. સર્જકોમાં માત્ર કલ્પના શક્તિ નથી હોતી પણ કલ્પનાનો આશ્રય લઈને સ્વપ્રતિભાથી વિશેષ પ્રકારે રજુઆત કરવાની ચતુરાઈ હોય છે. તેના ઉદાહરણરૂપે આ ગ્રંથ છે. અહીં ગ્રંથનું બાહ્ય કદ તેને અનુરૂપ નથી પણ તેનો આંતરદેહ ગંભીર અને ગહન વિચારો દર્શાવે છે. આર્ય-સંસ્કૃતિમાં આદર્શમય જીવન એ જ સાચી સફળતા ગણાય છે તેના સંસ્કારોનું સિંચન કરવા માટે પોકેટ બુકની ગરજ સારે તેવી ઉત્તમોત્તમ સામગ્રીથી સંપન્ન શિષ્યોપનિષદ વિષમકાળમાં સંસારી અને ત્યાગી જીવન જીવનારાવર્ગને માટે માર્ગ દર્શક સિદ્ધાંતની ગરજ સારીને જીવન જીવીને ઊર્ધ્વગામી બનાવવા માટેનો પવિત્ર સંદેશ આપે છે. ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy