SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બલહરણી ભિક્ષા - ભિખારીના અવતારો આવે છે. સાચો વૈરાગ્ય ભાવ જાગ્યા પછી સંયમ માર્ગને સ્વીકારી શાસ્ત્રસંમત ગુરુની આજ્ઞાને જીવન પ્રાણ ગણવી એજ એક ઉન્નતિનો અમોઘ ઉપાય છે. કાલવશાત્ શિષ્યોમાં કેટલુંક પરિવર્તન આવ્યું છે શિષ્ય ધર્મને સુસ્પષ્ટ રીતે સમજાવતો આ ગ્રંથ “સર્ચલાઈટ” ધરે છે. વસ્તુતત્વને સમજાવે છે. અનેક રીતે અનેક પ્રકારે દાખલા દલીલોથી ભરપૂર આ ગ્રંથનું મનન વાંચન નિદિધ્યાસન જીવનોપયોગી બને તેવું છે. સાધુ સાધ્વીજી નવદીક્ષિતો કાયમના માટે આ ગ્રંથનું વાંચન રાખશે તો પોતાની ઘણી ભૂલો નજર સામે તરવરતી દેખાશે – ભૂલોથી પાછા હઠવાની પ્રેરણા આ ગ્રંથથી મળશે એ નિર્વિવાદ છે. ગીતા એક ઉપનિષદ્ છે એમ હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. હિંદુધર્મના પ્રભાવથી એ પ્રયોગશીલતાને કારણે આ બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત ભાષાની સૂત્રાત્મક શૈલીમાં બે ઉપનિષદ્દી રચના કરી છે. શિષ્યોપનિષદ્ અને જૈનોપનિષદ્ર જૈન સાહિત્યની સૂત્રાત્મક શૈલીના ઉદાહરણ શિષ્યોપનિષદમાં શિષ્ય વિશેના મનનીય વિચારો દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં આચારને પ્રાધાન્ય આપ્યું છે તેમાં ગુરુ શિષ્યના સંબંધો વિશેની મહત્વની વિગતો પ્રાપ્ત થાય છે. કવિનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અને શિષ્ય ધર્મ વિશેના વિચારો માત્ર સંયમધર મુનિવરો જ નહિ પણ વ્યવહાર જીવનમાં પિતા પુત્રના સંબંધોમાં અનન્ય પ્રેરક છે. ગુરુશિષ્યના સંબંધોનું મહત્વ વિશેષ છે કારણ કે મોક્ષ સાધનાના માર્ગમાં પુરુષાર્થ કરનારને સાચો માર્ગ દર્શાવીને મુક્તિ અપાવવાના પુણ્ય કાર્યમાં ગુરુનું યોગદાન ચિરસ્મરણીય બને છે. શિષ્યોપનિષો મુખ્ય વિષય છે શિષ્ય ધર્મ-આચારઃ ગુણો, અવગુણો ગુરુ શિષ્યનો પરસ્પર વ્યવહાર વિશે નાનાં મોટાં સૂત્રો રચ્યાં છે. આ ગ્રંથની રચના સં. ૧૮૭૩ના શ્રાવણ માસમાં પેથાપુર નગરમાં થઈ હતી. પુ. આચાર્યશ્રી પેથાપુરમાં ચાતુર્માસમાં હતા ત્યારે ૧૦ દિવસમાં તેની રચના કરી હતી. પૂ. શ્રી જણાવે છે કે દરેક મનુષ્યને શિષ્ય કોટીમાંથી પસાર થવું પડે છે. માટે પુરૂષો અને સ્ત્રીઓએ શિષ્યોપનિષદ્ દ્વારા શિષ્યધર્મ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેઓ શિષ્ય ધર્મને પ્રાપ્ત કરે છે તે દેશની સમાજની અને સંઘ તેમજ ધર્મની ઉન્નતિ કરી શકે છે. શિષ્યોનો ધર્મ જાણવાથી ગૃહસ્થો અને ત્યાગીઓની ઉન્નતિ થાય છે અને તેથી તેઓ પરમાત્મા દશા પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. ગુરુની પ્રાપ્તિ કર્યા પહેલાં શિષ્યના ગુણો મેળવવા જોઈએ. એ શિષ્યની યોગ્યતા મેળવવા માટે શિષ્યોપનિષદ્ એક ગૂઢાર્થ રચના છે. એક શબ્દનાં સૂત્રોની સાથે પાંચ-સાત શબ્દો વાળાં સૂત્રો દ્વારા વિષય પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૨૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy