SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાદિ દોષથી રહિત અનુષ્ઠાનોને સાંખ્યાચાર્યો પણ ચિત્તની વિશુદ્ધિ કરનારા માને છે માટે અહીં ઉપરની વાતોનો વિસ્તાર રહેવા દેવો. નિરવદ્ય અનુષ્ઠાન ચિત્ત શોધક છે.) अबध्धं परमार्थेन बध्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४० ॥ (पा. १०६) બ્રહ્મતત્ત્વ ૫૨માર્થથી બંધન રહિત છે અને વ્યવહારથી બંધાયેલું છે આ પ્રમાણે બોલનાર વેદાંતી અનેકાન્તવાદનો અનાદર કરી ન શકે. महावाक्यार्थजं यत्तु सूक्ष्मयुक्तिशतान्वितम् । तद्वितीयं जले तैल बिन्दुरात्या प्रसृत्वरम् ॥ ६६ ॥ (पा. १२९) જે જ્ઞાન મહાવાકયાર્થથી ઉત્પન્ન થયેલું હોય તથા સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી ગર્ભિત હોય તેમજ પાણીમાં તેલનું બિન્દુ પ્રસરી જાય તે ચારેબાજુ વ્યાપ્ત હોય તે બીજું ચિંતાજ્ઞાન જાણવું. त्रिविधं ज्ञान मारव्यातं श्रुतं चिन्ता च भावना । आद्यंकोष्ठगबीजामं वाक्यार्थ विषयं मतम् ॥ ६५ ॥ (पा. १२७) જ્ઞાન ત્રણ પ્રકારનું જણાવે છે. શ્રુત, ચિન્તા અને ભાવના. પ્રથમ શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલ બીજ સમાન છે તથા તે વાક્યાર્થ માત્ર વિષયક છે, તેવું મનાયેલ છે. ऐदम्पर्यगतंयश्च विध्यादौ यत्नवच्य यत् । तृतीयं तद शुध्धोश्च जात्यरत्न विभानिमम् ॥ ६७ ॥ (पा. १३०) જે જ્ઞાન એદંપર્ય વિષયક હોય તથા વિધિ વગેરેમાં જે જ્ઞાન પરમઆદર વાળું હોય તે ભાવનાજ્ઞાન અશુદ્ધ હોવા છતાં પણ ઉંચા પ્રકારના શ્રેષ્ઠ રત્નની કાન્તિ સમાન છે. (એદંપર્ય - સર્વ જ્ઞેય વિષયને સ્વીકારવામાં સર્વજ્ઞની આજ્ઞાએ જે પ્રધાન કારણ છે આ પ્રમાણે જે તાત્પર્ય તેને એદંપર્ય કહેવાય છે) माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति । स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ ७१ ॥ (पा. १४४) માધ્યસ્થ એજ શાસ્ત્રાર્થ છે. સુંદર એવું માધ્યસ્થ જેનાથી સિધ્ધ થાય તે જ ધર્મવાદ છે. તે સિવાયનો વાદ તો મૂર્ખના બકવાસ જેવું છે. पुत्र दारादि संसारो धनिनां मूढ चेतसाम् । पण्डितानां तु संसार: शास्त्र मध्यात्म वर्जितम् ॥ ७२ ॥ (पा. १४५) Jain Education International For Private & Personal Use Only ૨૦૩ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy